________________
-
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
E
ચન્દ્રઃ જે કહેલું કે “યષ્ટિ વગેરે સાધુઓની ઔપગ્રહિક ઉપધિ છે તેને હવે પ્રતિપાદન કરતા કહે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૩૨ : ટીકાર્થ : યષ્ટિ સાધુની શરીરની ઉંચાઈ જેટલી ઉંચી લાકડી હોય. વિયષ્ટિ આત્મપ્રમાણ કરતા ચાર અંગુલ નાની હોય, દંડક એ ખભા સુધી ઉંચો હોય. વિદંડક બગલ સુધી ઊંચો હોય, નાલિકા પોતાના પ્રમાણ કરતા ચાર અંગુલ મોટી હોય.
તેમાં નાલિકા વડે જલની ઉંડાઈ માપી શકાય. યષ્ટિ વડે પડદો બંધાય. વિયષ્ટિ વડે કોઈક કારણસર ઉપાશ્રયના દ્વારને ખખડાવી શકાય. દંડક રોષકાળમાં ગોચરી જનારા સાધુઓ ગ્રહણ કરે. વિદંડક વર્ષાકાળમાં ગ્રહણ કરાય, કેમકે તે સૌથી નાનો છે, એટલે તે કપડાની અંદર રાખીને પણ લઈ જઈ શકાય કે જેથી તે વિદંડક પાણી વડે સ્પર્શાય નહિ.
F
I૮૧૬ |
G
E
F
=
?
*
वृत्ति : इदानीं यष्टिलक्षणप्रतिपादनायाह - ओ.नि. : एक्कपव्वं पसंसंति, दुपव्वा कलहकारिया ।
तिपव्वा लाभसंपन्ना, चउपव्वा मारणंतिया ॥७३३॥ पंचपव्वा उ जा लट्ठी, पंथे कलहनिवारणी । छच्चपव्वा य आयंको, सत्तपव्वा अरोगिया ॥७३४॥
=
, ષ
૮૧૬
કે