________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
마
મ
|| ૭૭૧ || મ
ण
(૨) સ્થિર પાત્રક હોય તો ગચ્છમાં સ્થિરતા-પ્રતિષ્ઠા થાય.
(૩) નખના ઘા વગેરે વિનાના પાત્ર હોય તો કીર્તિ, આરોગ્ય થાય.
(૪) વર્ણયુક્ત પાત્ર હોય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય.
હવે અપલક્ષણવાળા પાત્રના ફળ બતાવે છે.
(૧) ઉંચુ-નીચું પાત્ર રાખવામાં આવે તો ચારિત્રનો વિનાશ થાય.
(૨) કાબર-ચીતરું (એક સરખા વર્ણ વિનાનું, અનેક વર્ણાદિવાળું) પાત્ર રાખવામાં આવે તો ચિત્તવિભ્રમ થાય. (૩) નીચેના ભાગમાં પ્રતિષ્ઠાનરહિત=સ્થિરતારહિત પાત્ર રાખીએ તો અને ખીલાના જેવા ઊભા લાંબા પાત્રને રાખીએ મૈં તો ગચ્છમાં કે ચારિત્રમાં સ્થિરતા ન રહે. (દૂધ-પાણી ગરમ રહે તેવા જે થરમોસ આવે છે. તેવા પ્રકારનું પાત્ર ન રખાય.)
--
(૪) નીચેના ભાગમાં કમળના જેવા આકારવાળું પાત્ર હોય તો એ રાખવામાં અકુશળ થાય.
(૫) વ્રણ=ઘા=ડાઘાદિવાળું પાત્ર રાખીએ તો પાત્ર રાખનારને વ્રણ=ઈજા=ઘા થાય.
(૬) અંદર કે બહારના ભાગમાં પાત્ર બળેલું હોય તો પાત્ર રાખનારનું મરણ થાય.
હવે પાત્રાના મુખનું લક્ષણ બતાવવા માટે કહે છે કે
વાંસડાઓ વડે ગુંથાયેલો જે સમાન તલવાળો કરંડિયો હોય (ટોપલો) તેના જેવા આકારવાળું જે ન હોય તે અકદંડક
મ
णं
व
મ
મા
지
|| ૭૭૧ ||