________________
શ્રી ઓઘ
ભાગ-૨
|
| ૬૦૪ |
.. तत्र च साधूनां भुञ्जानानामेकैकस्य साधोः पार्वे मल्लकं भवति, तत्र खेलः श्लेष्म उद्गालयेत्-तस्मिन् मल्लके श्लेष्मनिष्ठीवनं कुर्वन्ति, तथा तत्र भुञ्जतः कदाचित्कण्टको भवेत् स तत्र क्षिप्यते, अस्थिखण्डं वा भवेत् तच्च क्षिप्यते, अथ तु भुवि क्षिप्यतेऽस्थिकण्टकादि ततो वसतिर्लेपकृता-अनायुक्ता भवति, अतस्तत्परिहारार्थं मल्लकेषु क्षिप्यते ।
ચ. ઓઘનિર્યુક્તિ-પ૬૭: ટીકાર્થ: ત્યાં સાધુઓ વાપરે ત્યારે બધા સાધુઓની પાસે એક એક પ્યાલો હોય. તે | ના પ્યાલામાં તેઓ કફ થુંકવાનું કાર્ય કરે. (એ પ્યાલા આજની જેમ ધાતુ કે પ્લાસ્ટીકના ન હોય પણ માટી વગેરેના બનેલા હોય. # ફુટેલા ઘડાનું ઠીકરું પણ પ્યાલા તરીકે ચાલે.)
વળી ત્યાં વાપરનારા સાધુને ક્યારેક ભોજનમાં કાંટો કે ઠળિયો નીકળે તો એ બધું પણ તે પ્યાલામાં નંખાય.
જો આ બધુ સીધું જમીન ઉપર નાંખી દે તો વસતિ લેપવાળી = બગાડવાળી થાય. આથી તેનો પરિહાર કરવા માટે પ્યાલાઓમાં પણ બધી વસ્તુ નંખાય.
वृत्ति : तथाऽमुमपरं भुञ्जानानां विधिं प्रतिपादयन्नाह - ओ.नि. : मण्डलिभायणभोयण गहणं सोहीय
भोयणविही उ एसो भणिओ तेल्लुक्कदंसीहिं ॥५६८॥
૬૦૪