________________
દ
ચન્દ્ર, : હવે ભાણકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં જાતાપારિષ્ઠાપનિકાનું સ્વરૂપ કહેવા માટે કહે છે કે શ્રી ઓઘનિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૩૦૫ : ટીકાર્થ : સાધુઓ વડે પ્રાણાતિપાત વગેરે મૂલગુણો વડે અશુદ્ધ એવું જે ભોજન કે પાણી ભાગ-૨
ગ્રહણ કરાયું હોય તે જાતા કહેવાય.
[ આ જાતા ભિક્ષાનો વિધિ વડે શી રીતે પરિત્યાગ કરવો ? એ કહીશું. // ૬૫૩ / જ તે જાતા ભિક્ષા આવા પ્રકારની જમીનમાં પરઠવવી કે જે જગ્યા એકાન્તમાં હોય. લોકોના આગમન વિનાની હોય.
અચિત્ત હોય, ગુરુ વડે જે જગ્યાએ પરઠવવાની સંમતિ અપાયેલી હોય. સમાન-સીધી જમીન હોય. ખાડા વગેરે રૂપ ન હોય * કે જે સીધી જમીનમાં મહેમાન સાધુઓ વગેરે પરઠવાયેલી વસ્તુઓને સુખેથી જોઈ શકે... આવા પ્રકારની જમીનમાં એ જાતા | જ ગોચરી પરઠવવી.
આ જગ્યામાં તે ભોજનનો એક ઢગલો કરીને મૂકી દેવો. અને ત્રણવાર સંભળાવવું એટલે કે બોલવું કે વ્યુત્કૃષ્ટ (વોસિરાવી દીધું, ત્યાગી દીધું. વોશિરે વોસિરે વોસિર)
પ્રશ્ન : ત્રણવાર શ્રાવણ શા માટે ?
ઉત્તર : તે સાધુ ત્રણસ્થાનવાળુ (એટલેકે ત્રણ વખત) શ્રાવણ એટલા માટે કરે કે એ એના દ્વારા એમ જણાવે છે કે આ વસ્તુ મેં મનથી, વચનથી અને કાયાથી ત્યાગ કરી દીધી છે.
=
=
=
=
e “fe
૫૩ ||