________________
5 E
શા કે જેથી તે સ્ત્રીનો પતિ તે સ્ત્રી પ્રત્યે આકર્ષાય. હવે અહીં તો એ પિંડ ગધેડો ખાઈ ગયો, તો એની અસર ગધેડાને થઈ અને આ શ્રી ઓઘ
ગધેડો સ્ત્રી પ્રત્યે આકર્ષાયો.) નિયુક્તિ કરી ભાગ-૨
આમ ભાવાભિયોગનું દષ્ટાન્ત કહેવાઈ ગયું.
હવે દ્રવ્યાભિયોગ ચૂર્ણ એટલે કે વશીકરણપિંડ કહેવાય છે. (મંત્રિતચૂર્ણાદિવાળો જે પિંડ વશીકરણ કરનારો બને એ પિંડ I ૬૫૮ ૪ વશીકરણપિંડ કહેવાય.) એનું વર્ણન કરે છે.
એક સ્ત્રી રૂપવાન સાધુ ઉપર કામરાગવાળી, અનુરાગિણી થઈ. એટલે તેણી તે ભિક્ષુને જ જુએ છે. પણ સાધુ ઇચ્છતો Fી નથી. એટલે તેણીએ વશીકરણની શક્તિવાળા ચૂર્ણાભિયોગ વડે ભિક્ષાને મિશ્રિત કરીને પડોશીના ઘરમાં એ વસ્તુ સાધુને
' અપાવડાવી. (એ સાધુ સ્ત્રીના ખરાબ ભાવ જાણી ગયા હોવાથી એના ઘરે જતો ન હોય એટલે તેણીએ પાડોશીના ઘરમાંથી જ એ વસ્તુ અપાવડાવી.).
જે સમયે તે અભિયોગવાળું ભોજન સાધુના પાત્રામાં પડ્યું, તે જ સમયથી તે સાધુનું મન તે વસ્તુના કારણે તે સ્ત્રી તરફ ખેંચાય છે. સાધુ જાણી ગયો એટલે એ તરત ઉપાશ્રયે પાછો ફર્યો. આચાર્યને પાત્રુ આપી, માત્ર કરવાની ભૂમિમાં માત્ર કરવા જાય છે, આ બાજુ આચાર્યનો પણ એ સ્ત્રી તરફ ભાવ ખેંચાય છે. એ પછી શિષ્ય પાછો આવી ગોચરી આલોવે છે કે “મારે મન પેલી સ્ત્રી તરફ ખેંચાય છે” આચાર્ય કહે છે કે “મારો પણ એવો જ ભાવ થયો છે, એટલે આ સંયોગચર્ણ વડે કરાયેલો પિંડ છે એટલે એ પરઠવી દેવો.”
F = = *
* હs ,