________________
(5 rs
हिंडिया ततो तत्तिएण कालेण चिंतिउंन सक्कंति ।
5
શ્રી ઓધ- નિર્યુક્તિ ભાગ-૨
|| ૬૯૯ો.
E
F
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૩૮: ટીકાર્થ : બાકીના સાધુઓ પોતપોતાની શક્તિ પ્રમાણે ગુરુને પૃચ્છા કરીને પ્રતિક્રમણ ભૂમિમાં રત્નાધિકના ક્રમ પ્રમાણે પોતપોતાના સ્થાને બેસે.
પ્રશ્ન : તેઓ ત્યાં શા માટે બેસે? ઉત્તર ઃ સૂત્ર અને અર્થનું પુનરાવર્તન કરવા માટે તે સાધુઓ પ્રતિ. માંડલીમાં કાયોત્સર્ગ મુદ્રા વડે ઊભા રહે.
આમાં કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે તે સાધુઓ કરેમિભંતે બોલીને કાઉસગ્ગ મુદ્રા વડે ઊભા રહે અને , કાયોત્સર્ગમાં ઊભા રહેલા તેઓ ગ્રન્થના અર્થોને (અથવા તો સૂત્ર અને અર્થને) ચિંતન કરતા ઊભા રહે. તેઓ ત્યાં સુધી | - આ રીતે ઊભા રહે કે જયાં સુધીમાં ગુરુ આવી જાય. એ પછી ગુરુ સામાયિક સૂત્ર બોલી દિવસસંબંધી અતિચારોને ચિંતવે. |
ગુરુ આ રીતે રહેલા હોય ત્યારે તે સાધુઓ પણ મૌનપણે કાયોત્સર્ગમાં રહેલા છતાં જ દિવસ સંબંધી અતિચારોને ચિંતવે.
બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે કે તે સાધુઓ સૂત્રના અર્થને યાદ કરતા ત્યાં સુધી ઊભા રહે કે જયાં સુધીમાં ગુરુ આવી જાય. ત્યારબાદ ગુરુ કરેમિભંતે સૂત્ર બોલે. તે સાધુઓ પણ કાયોત્સર્ગમાં રહીને જ એકસાથે મનથી કરેમિ ભંતે સૂત્રનો પાઠ કરે. અને આ રીતે સામાયિક સૂત્રનો પાઠ કરીને અતિચારોને ચિંતવે. આચાર્ય પોતાના અતિચાર બેવાર ચિંતવે. (સાધુઓ
Tu ૬૯૯
=
=
= f “fs