________________
પણ એ ભોજન અવિધિથી - અસામાચારીથી ગ્રહણ કરાયેલું હોવા છતાં વિધિપૂર્વક વપરાયું હોય, સમાનરસવાળુ કરીને શ્રી ઓઘ
વાપર્યું હોય તો એ ગુરુ વડે રજા અપાય છે. નિયુક્તિ કે ભાગ-૨
એ સિવાયના બાકીના બે ભાગા બીજા-ચોથો એ અનુજ્ઞા અપાયેલા નથી.
જે સાધુ વિધિગૃહીત અને કાક-શગાલાદિ રૂપ અવિધિમુક્ત ભોજન બીજા સાધુને ખપાવવા આપે અને જે એવું ભોજન ૬૪૭ ૪ ખપાવવા લે, તે બેયને ગચ્છની બહાર કાઢી મૂકવા.
એમ અવિધિગૃહીત અને અવિધિમુક્ત ભોજન જે બીજાને ખપાવવા આપે અને જેઓ ખપાવવા લે, તે બેયને પણ * ગચ્છમાંથી કાઢી મૂકવા. જ હવે જો એ બંને ગુરુ પાસે ઉપસ્થિત થઈને કહે કે “અમે ફરી આ દોષ નહિ સેવીએ” તો પછી આ રીતે ઉપસ્થિત થયેલા જ ' દાતા અને ગ્રહીતા બેયને ગચ્છમાં રાખી શકાય. ગુરુ કલ્યાણકનું પ્રાયશ્ચિત્ત આપે અને તે પ્રાયશ્ચિત્ત પણ તે બેયનો તિરસ્કાર કરીને આપે. કે “તમારે ફરી આ રીતે ન કરવું.”
પ્રશ્ન : તે ગુરુ આવા સામાન્ય દોષ માટે આટલી બધી સખ્તાઈ શા માટે કરે ?
ઉત્તર : તે સાધુઓ ફરીથી એ પાપ ન સેવે. તે માટે આચાર્ય આ પ્રમાણે કરે. આવી સખ્તાઈના કારણે પછી ભવિષ્યમાં તે સાધુઓ પાપ સેવતા ગભરાય.
કં
=
's
| ૬૪૭I.
F
Eો