________________
=
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'#
#
| ૬૨૫ /
=
=
=
ચન્દ્ર. : હવે વાપરનારા સાધુની શુદ્ધિ કહેવાય છે. તે ચાર પ્રકારે છે. એ જ વાતને કહે છે.
ઓઘનિર્યુક્તિ-૫૭૮-૫૭૯-૫૮૦: ટીકાર્થ : નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ શુદ્ધિમાં ચાર પ્રકાર છે. નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યશુદ્ધિ પૂર્વની જેમ જાણવી. જયારે અંગારરહિત અને ધૂમરહિત વાપરનારા સાધુને ભાવશુદ્ધિ થાય. ૫ પ્રશ્ન : ગોચરી અંગારવાળી કે ધૂમવાળી કેવી રીતે થાય ?
ઉત્તર : રાગથી ગોચરી વાપરે તો એ અંગારવાળી બને અને દ્વેષથી એ ગોચરી ઘૂમવાળી બને.
ધર્મને સાધવા માટે શરીરને ટકાવવું જરૂરી છે અને એટલે શરીરને ટકાવવા માટે સાધુઓ ૪૬ દોષોથી વિશુદ્ધ એવા | - આહારને વાપરે.
પ્રશ્ન : તે દોષો કયા છે ? ઓ ઉત્તર : ૧૬ ઉગમદોષો, ૧૬ ઉત્પાદના દોષો, દશ એષણા દોષો... સંયોજન, પ્રમાણ, સાંગાર અને સધૂમ આ ૪
માંડલી દોષો એમ કુલ ૪૬ દોષો થાય. આ દોષો વિનાની ગોચરીને રાગરહિત થઈને સાધુઓ વાપરે. - હિતકારી આહારવાળા, માપસર આહારવાળા, અલ્પ આહારવાળા જે મનુષ્યો છે, વૈદ્યો તેઓની ચિકિત્સા કરતા નથી પણ તે આત્માઓ પોતાના આત્માની ચિકિત્સા કરે છે.
ભોજન કરવાની વિધિ કહેવાઈ ગઈ.
=
=
=
દ૨૫ |