________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
// ૬૨૮||
R
હવે ભાણકાર આજ ગાથાના પ્રત્યેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પહેલા તો પ્રથમ અવયવને કહે છે. (૧) ભૂખ જેવી કોઈ વેદના નથી, માટે ભૂખને શમાવવા માટે વાપરે. (૨) ભૂખ્યો થયેલો સાધુ વૈયાવચ્ચ ન કરી શકે, આ કારણસર વાપરે. (૩) ભૂખ્યો થયેલો ઈર્યાસમિતિને શુદ્ધ ન પાળી શકે, માટે જ તેની શુદ્ધિ માટે વાપરે. (૪) ભૂખ્યો થયેલો સાધુ પ્રેક્ષાદિ રૂપ ૧૭ પ્રકારના સંયમને પાળી ન શકે, માટે વાપરે. (૫) જો વાપરે નહિ, તો જીવનની હાનિ થાય. માટે જીવન ટકાવવા માટે વાપરે.
(૬) પૂર્વે ભણાયેલા સૂત્ર કે અર્થનું પુનરાવર્તન કરવું એ ગુણન કહેવાય. અને સૂત્ર અને અર્થનું ચિંતન કરવું એ = અનુપ્રેક્ષા કહેવાય. આને કરવા માટે અસમર્થ બનેલો સાધુ એ કરવાની શક્તિ મેળવવા વાપરે. ओ.नि. : अहव न कुज्जाहारं छहिं ठाणेहिं संजए ।
पच्छा पच्छिमकालंमि काउं अप्पक्खमं खमं ॥५८३॥ ओ.नि.भा. : आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीए ।
पाणदयातवहेउं सरीरवोच्छेयणट्ठाए ॥२९२॥
F
'
=
=
;
૬૨૮