________________
શ્રી ઓધનિર્યુક્તિ ભાગ-૨
// ૬૦૫ . '
मण्डली यथारत्नाधिकतया कर्त्तव्या, भाजनानि च पूर्वं अहाकडाई भुञ्जन्ति, भोजनं च स्निग्धमधुरं पूर्वं भोक्तव्यं, ग्रहणं च पात्रकात् कुक्कुड्यण्डकमात्रं कवलग्रहणं कर्त्तव्यं, तथा ग्रहणस्यैव शुद्धिर्वक्तव्या, अथवा शुद्धिर्भुञ्जतो यथा भवति तथा वक्तव्यं, कारणे भोक्तव्यं, तथा 'उव्वरिए 'त्ति अतिरिक्ते विधिर्वक्तव्यः । अयं भोजनविधिः सुगमः ।
ચન્દ્ર. : વાપરનારા સાધુઓ અંગેની આ બીજી વિધિ પણ હવે બતાવે છે. - ઓઘનિયુક્તિ-૫૬૮ : ટીકાર્થ: માંડલી રત્નાધિકના ક્રમ પ્રમાણે બનાવવી. તથા પહેલા નિર્દોષ પાત્રાઓને વાપરે. (જે પાત્રાઓમાં સાધુઓએ કોઈપણ પ્રકારનું તોડફોડ કરવાદિ રૂપ પરિકર્મ કરવું પડ્યું ન હોય તે પાત્રા યથાકૃત કહેવાય.) આશય એ કે જે ૨૦-૨૫ પાત્રાઓમાં ગોચરી આવેલી હોય. તેમાંથી જે પાત્રાઓ યથાકત હોય તેની ગોચરી પહેલા વાપરે, એ પછી અલ્પ પરિકર્મવાળા અને પછી બહુપરિકર્મવાળા પાત્રાની ગોચરી વાપરે.).
તથા પહેલા સ્નિગ્ધ અને મધુર ભોજન વાપરવું. તથા પાત્રામાંથી કુકડીના ઈંડાના પ્રમાણ જેટલા કોળીયા લેવા. વધુ મોટા ન લેવા.
તથા એ ગ્રહણની જ શુદ્ધિ કહેવાની છે. અથવા તો વાપરનારાઓની જે રીતે શુદ્ધિ થાય તે કહેવાનું છે. તથા કારણસર વાપરવું. તથા ગોચરી વધી પડે તો શું વિધિ ? એ કહેવાનું છે.
- ૬૦૫.