________________
vi
ખાલી થઈ જાય, એટલે કે છેલ્લા સાધુ સુધી એ પાત્ર ન પહોંચે અને અધવચ્ચે ખાલી થાય તો પછી ત્યાં શું કરવું? એ કહે શ્રી ઓઘ
છે કે ખાલી થયેલું છે ભોજન જેમાંથી તેવા તે પાત્રામાં બીજું ભોજન નાંખવું અને પછી જે સાધુને વિશે એ પાત્રુ ખાલી થયેલું નિર્યુક્તિ
હતું, ત્યાંથી માંડીને તેજ ક્રમથી એ પાત્રુ ફરી ફેરવવું. (આશય એ છે કે દશ-બાર પાત્રાઓમાં ગોચરી આવી છે, એમાંથી ભાગ-૨
એકપાત્રામાં વધારે ગોચરી ભરી સાધુઓને આપવાની શરુ કરે અને અડધા સાધુઓને પીરસાય અને ત્યાં જ એ ખાલી થઈ
જાય તો પછી જે બીજા પાત્રાઓમાં ગોચરી પડી છે, એ આ પાત્રામાં પાછી ભરી દઈ પછી જ્યાંથી અટક્યા હોય ત્યાંથી ફરીથી જ પીરસવાનું શરું કરે.).
અથવા તો એવું પણ બને કે વહેલા વાપરવા બેઠેલા બાલાદિને માત્રકની અંદર જે બાલાદિપ્રાયોગ્ય ભરીને આપેલું હતું, . તેમાંથી જે વધેલું હોય અને એંઠું ન થયું હોય તેને એ પાત્રામાં ભરીને જે સાધુમાં એ પાત્રુ ખાલી થઈ ગયું ત્યાંથી માંડીને | T ફરીથી એ પાત્રુ આગળ ભમાવાય. (એટલે કે સાધુ પીરસે.)
હા ! ગુરુને વાપરતા વાપરતા જે કંઈક શેષ વધ્યું હોય એ તો એંઠું હોય તો પણ માંડલીના પાત્રામાં પાછું નાંખી શકાય છે. એમાં વાંધો નથી. ' અથવા તો આચાર્યની વધેલી તે ગોચરી બાલાદિને અપાય. જયારે આચાર્ય સિવાયના સાધુઓની જે ગોચરી વધી હોય, દાતે જો એંઠી થયેલી હોય તો માંડલીના પાત્રામાં ન નખાય. વળી એક પાત્રુ સુકા ભોજનવાળું હોય અને બીજું પાનું (સ્નિગ્ધ)
ભીના ભોજનવાળું હોય.
Tu ૬૨૨ ..