________________
E
ભાગ-૨
પૂંજણી વાપરીએ છીએ, પરંતુ તે વખતે તો ઓઘા સાથે રખાતી મુહપત્તિની જેમ પાત્રામાં પણ મુહપત્તિ રખાતી. એનાથી શ્રી ઓઇલ
પાત્રાનું પ્રતિલેખન કરાતું. હવે એને હાથમાં લઈ પછી પાત્રાની ઉપર ચારે બાજુથી વાળીને રાખેલા ઝોળીના ચાર ખુણાઓને નિર્યુક્તિ
પૂજે, અને એ ખૂણાઓને પાત્રા પરથી દૂર કરે. અને પછી જે ભાગેથી પાત્રાને પકડવાનું છે, પાત્રાના તે ભાગને એ
પાત્રકેસરિકા વડે પૂજે.એ પછી પાત્રાને હાથમાં પકડે. આ વિધિ પ્રમાણે એમ લાગે છે. કે આપણે અત્યારે પાત્રા ઉપર પલ્લા | ૯૪ |
અને એ પલ્લાની ઉપર ઝોળી રાખીએ છીએ અને એ ઝોળી ઉપર ગુચ્છા ચડાવીએ છીએ. પણ અહીં જે રીતે ક્રમ આપ્યો જ છે, એ મુજબ તો પાત્રા ઉપર પહેલા પાત્રબંધન = ઝોળી છે, ઝોળીમાં પાત્રા મૂકી ચારે બાજુથી છેડાઓ વડે એ પાત્રા ઢાંક્યા ન
છે, એ પછી એના ઉપર પલ્લા છે, અને તેની ઉપર ગુચ્છો છે. જો આ રીતનો ક્રમ હોય તો જ ઉપર બતાવેલી વિધિ સંગત | થાય. વળી ઉપરના ગુચ્છામાં અત્યારે વચ્ચે કાણું હોય છે. અને ઝોળીના બે છેડા એ કાણામાંથી ખેંચીને બહાર કાઢીએ છીએ. એ છેડાઓ થેલાદિ સાથે બાંધવામાં ઉપયોગી થાય. પરંતુ પ્રાચીનવિધિ પ્રમાણે એમ લાગે છે કે ત્યાં આવા કાણાવાળા ગુચ્છા... વગેરે નહિ હોય. તે વખતે પુસ્તકાદિનો વપરાશ પણ શરુ થયો ન હોવાથી થેલો કે પોથી વગેરે પણ ન હતાં કે જેની સાથે આ ઝોળી વગેરે બાંધવાનો પ્રશ્ન ઉભો થાય. વિહારમાં અમુક પદ્ધતિ અપનાવી પાત્રા ઉંચકતા હશે એમ માનવું. તે વખતે તપણી ચેતનો પણ ન હતા. એ ખાસ ધ્યાનમાં રાખવું.
આમ અનેક બાબતો આમાં ધ્યાનમાં લેવા જેવી છે.) वृत्ति : कानि पुनस्तानि कार्याणि ? अत आह -
:
૯૪