________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
ઘનિર્યુક્તિ-૫૧૭, ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૬૮ઃ ટીકાર્ય : ગુરુ ધર્મકથા વગેરે વડે વ્યાક્ષિત ન હોય તથા શા આલોચનામાં ઉપયોગ રાખવામાં તત્પર હોય, તથા ઉપશાન્ત - અનાકૂળ હોય, તથા ઉપસ્થિત એટલે કે આલોચના સાંભળવા માટે તૈયાર હોય, તેવા પ્રકારના ગુરુને જાણીને એવા પ્રકારના ગુરુની રજા લઈને પછી મર્યાદાવાન સાધુ આલોચના કરે.
હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા કહે છે.
ધર્મકથા વગેરે વડે વ્યાક્ષેપ વિનાના, ક્રોધ વગેરે વડે આકુળતા વિનાના, શિષ્ય વડે કરાઈ રહેલી ભિક્ષાની આલોચના સાંભળવામાં ઉપયોગવાળા એવા ગુરુ હોય ત્યારે “આપ રજા આપો તો હું આલોચના કરું” એમ રજા માંગીને પછી જયારે આચાર્ય “બોલો” એ પ્રમાણે રજા આપે ત્યારે સાધુ આલોચના કરે.
૫૩૮ I
वृत्ति : तेन च साधुनाऽऽलोचयता एतानि वर्जनीयानि - ओ.नि. : नट्टं वलं चलं भासं मूयं तह ढङ्करं च वज्जिज्जा ।
आलोइज्ज सुविहिओ हत्थं मत्तं च वावारं ॥५१८॥
करपाय भमुहसीसऽच्छिउट्ठमाईहि नट्टिअं नाम । મો.નિ.મા. : વU સ્થીરે વત્તા વા ય મારે ય મારા
bs - E
2I