________________
નિર્યુક્તિ ની
શ્રી ઓઘ-યુ.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૫ : ટીકાર્થ : (૧) નિર્ગમપ્રવેશ સ્થાન છોડીને ભોજનને માટે તે સાધુઓ બેસે. (૨) તથા
માંડલી બેસવાનું જે સ્થાન હોય તે પ્રવેશદ્વારને | પ્રવેશ સ્થાનને પણ છોડી દે. (૩) જયાં ગૃહસ્થનું સ્થાન હોય એટલે કે જે ભાગ-૨ સ્થાને ગૃહસ્થ બેસતા હોય તે સ્થાનને છોડીને વાપરે. એ એટલા માટે કે ત્યાં વાપરવા બેસે અને ગૃહસ્થ ત્યાં આવી પડે તો IF
સાધુએ ઉભા થઈ બીજે જવું પડે અને એમાં એકાસણાનો ભંગ થાય. આવું ન થાય એ માટે ત્યાં ન વાપરે. (ગૃહસ્થ આવે તો
તો ઉભા થઈને અન્યત્ર જવાનો આગાર છે ખરો, એટલે એમાં એકાશનનો ભંગ ખરેખર તો ન થાય. પણ એ તો ત્યારે કે " જયારે આવો આગાર સેવવો જ ન પડે એની પૂરેપૂરી તકેદારી રાખી હોય અને પછી અચાનક કોઈ સાગારિક આવી ચડે અને
| ઉભા થવું પડે તો. બાકી પહેલેથી ઉપયોગ રાખ્યા વિના ગૃહસ્થોના સ્થાનમાં બેસવું અને પછી એમનું આગમન થતા ઉભા જ થઈને અન્ય સ્થાને જઈ વાપરવું. એમાં તો ચોક્કસ દોષ લાગે જ.) (૪) વળી સાધુ જો અયોગ્ય સ્થાને બેસે અને વાપરે તો જ ' જ બીજા સાધુ સાથે ઝઘડો થાય, વળી અયોગ્ય સ્થાને બેસે તો બીજા સાધુઓને પણ વાપરવાદિ કાર્ય કરવામાં અંતરાય થાય. ' (અથવા અસ્થાને બેઠેલા સાધુને પણ વાપરવામાં અંતરાય થાય.)
પ્રશ્ન : આ અંતરાય વળી કેવી રીતે ?
ઉત્તર : તે સાધુ અન્ય સાધુની જગ્યાએ બેસીને વાપરે છે, અને તે સાધુ પણ ત્યાં આવે, પોતાની જગ્યાએ સાધુને "| વાપરતો જોઈ એના ઉભા થવાની રાહ જુએ અને એ રીતે અંતરાય કર્મ બંધાય.
પ૭૫