________________
*
શ્રી ઓગ-
નિર્યુક્તિ
E
ભાગ-૨
F
1
| ૫૮૮
=
=
=
ચન્દ્ર.: ભિક્ષા ફરીને સાધુઓ પાછા ઉપાશ્રયે આવી પહોંચે ત્યારે જે ઉપાશ્રયનો રક્ષપાલ સાધુ હોય કે જેને ઉપાશ્રયની રક્ષા કરવા નીમેલો હોય તેણે શું કરવું? એ હવે બતાવે છે.
ઓઘનિર્યુક્તિ-૫૫૬ : ટીકાર્થ : ભિક્ષા ગયેલા સાધુઓનો પાછા આવવાનો સમય થઈ ગયો છે એમ જાણીને વસતિપાલક નંદીપાત્રને પ્રતિલેખીને પોતે ગ્રહણ કરે એટલે કે પોતાની પાસે એ નંદીપાત્ર તૈયાર કરીને રાખે.
પ્રશ્ન : આ નંદીપાત્ર શા માટે તૈયાર રાખવાનું છે ? ઉપર સ્થિર રહેલા ચોકખા પાણીના ગ્રહણ માટે આમ કરે.
આશય એ છે કે સાધુઓ ત્યાં પાણી લાવીને એ પાણી નંદીપાત્રમાં નાંખે. અને તે નંદીપાત્રમાં કચરો નીચે બેસે અને ઉપરનું પાણી ચોકખુ થાય એટલે તે પાણી બીજા પાત્રામાં લઈ લેવાય કે જેથી તે સ્વચ્છ પાણી આચાર્યાદિને યોગ્ય બને. અને વળી એ પાણીથી એંઠા થયેલા પાત્રાદિનું પ્રક્ષાલન પણ કરાય. (પૂર્વના કાળમાં ઘણા પ્રકારના પાણી વપરાતા, એમાં ૩ ધોવાણાદિ અનેક પાણીઓ હોય, એમાં કચરો પણ ભેગો આવે. આવું પાણી આચાર્યાદિને ન અપાય એ સ્વાભાવિક છે. આ એટલે આ પ્રક્રિયા કરવામાં આવતી.)
“ગચ્છ કેટલો મોટો છે”, એ અનુસાર સાધુઓ પાત્રુ લે. એટલે કે જો મોટો ગચ્છ હોય તો પાણી ગળવાને માટે મોટા વી પ્રમાણવાળું નંદીપાત્ર છે. એમ બે, ત્રણ, ચાર, પાંચ વગેરે પણ નંદીપાત્ર લે.
-
=
*
=
F
= • =
=
૫૮૮