________________
શ્રી ઓઘ-થિ નિર્યુક્તિ ન ભાગ-૨
HTT
|| ૫૪૧ "
ચલન કરવું અર્થાતુ વિચિત્ર પ્રકારે તેને હલાવવા (સાહજિક ચલન તો ચાલુ હોય) તે નર્તન. આવું નર્તન કરતો કરતો આલોચના ન કરે. (૨) હાથ અને શરીરના વલનને કરતો કરતો આલોચના ન કરે. (૩) કાયનું ચલન તથા કાયને મોડવાનું કાર્ય કરતો આલોચના ન કરે. અહીં ભાવથી ચલન એટલે જે વસ્તુ બીજી જ પદ્ધતિથી ગ્રહણ કરાયેલી હોય અને બીજી જ રીતે આલોચે. ગમે તેમ ક્રમાદિ સાચવ્યા વિના આલોચે. આવું ભાવચલન પણ ન કરાય.
તથા આલોચના કરતો સાધુ ગૃહસ્થની ભાષા વડે આલોચના ન કરે. દા.ત. તલંગણીઓ = પૂરી વગેરે મળી, ઠંડક મળ્યા” વગેરે. (આ બધા શબ્દો ગૃહસ્થોમાં પ્રસિદ્ધ છે. એટલે એના બદલે સાધુજનમાં નક્કી કરેલા શબ્દો વાપરે.) પરંતુ સાધુની ભાષા વડે આલોચના કરવી. “સુથારિયા” વગેરે.
તથા મૂંગા સ્વરને કે કંઈક મોટા સ્વરને છોડતો પોતે આલોચના કરે. પ્રશ્ન : શેની આલોચના કરે ? ઉત્તર : સ્ત્રીના સંબંધી વ્યાપારની, તથા ઉદકાઠું વગેરે રૂપ સંસૃષ્ટની અને અસંસૃષ્ટની આલોચના કરે. પ્રશ્ન : આ સંસૃષ્ટ કે અસંસ્કૃષ્ટ કઈ વસ્તુ છે કે જેની આલોચના કરવાની છે ? ઉત્તર : પાણી વડે સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ એવા હાથની આલોચના કરે. તથા ગૃહસ્થસંબંધી કુંડલિકાદિ (વાસણ વિશેષ) રૂપ માત્રકની આલોચના કરે કે “તે ઉદકસંસ્કૃષ્ટ હતું કે ન હતું?” આ
2
ના
Gu૫૪૧ I
#