________________
E F S
=
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'b
=
#
| ૯૭ |
=
=
=
ચન્દ્ર. : પ્રશ્ન : પણ આ ઉત્કરાદિનો સંભવ શી રીતે થાય ? એ જ સમજાતું નથી.
ઓઘનિર્યુક્તિ-૨૯૨ : ટીકાર્ય ઉત્તર ઃ જે ગામ વગેરેમાં તે સાધુઓ રહેલા હોય તે ક્યારેક તદ્દન નવું જ રહેઠાણ હોય. અર્થાત્ એ ગામ તદ્દન નવું જ વસેલું હોય. અને ત્યાં ઉંદરે પોતાનું ઘર બનાવવા પાત્રાની પાસે જ બધી ધૂળ ખોદીને ઢગલો કર્યો હોય. અને તેથી તે ધૂળ વડે તે પાત્રુ પણ ધૂળવાળું બન્યું હોય. |
એમ ભીની જમીનમાં પાણીના ટીપાઓ જમીનમાંથી બહાર નીકળીને બુબ્સ ઉપર લાગે. એટલે કે જમીનમાંથી બહાર માં નીકળી પાત્રક સ્થાપનકને પણ ભેદીને અંદર પ્રવેશે અને બુબ્સ ઉપર લાગે. (પાત્રા મૂકવા માટેનું ગરમ વસ્ત્ર એ પાત્રક
સ્થાપનક. આજે વિહારમાં પ્લાસ્ટીકની અંદર ઉપધિ બાંધીએ, તો પરસેવો વીંટીયા બંધનને ભીનો બનાવી છેક અંદર પ્લાસ્ટીક " સુધી પહોંચે છે. પ્લાસ્ટીક પરસેવો ચૂસનાર ન હોવાથી ત્યાં પરસેવો બાઝી રહે છે, સુકાતો ચુસાતો નથી. માટે જ સ્થાને - પહોંચ્યા બાદ સાધુઓ એ પ્લાસ્ટીક લૂંછી નાંખે છે.) ત્યાં શું યતના કરવી? એ કહેશે. ૩ ની વાત થઈ ગઈ.
પ્રશ્ન : ૨૯૧મી ગાથામાં મૂષક-ઉત્કર, ઘનસંતાનક, ઉદક, મટ્ટિકા.. આ ક્રમથી ચાર વસ્તુ બતાવી છે. તમે ઉત્કરનું વર્ણન કર્યા બાદ સીધું ઉદકનું વર્ણન કેમ કરો છો ?
ઉત્તર : માટી અને ઘનસંતાનક એ બેયની યતના સરખી જ છે, એટલે અમે ઘનસંતાનકનું વર્ણન ન બતાવ્યું અને સીધી ઉદકની વાત કરી. એટલે માટી અને ઘન સંતાનકની સમાન યતના દર્શાવવા માટે અમે આ ઉદક વર્ણન અધવચ્ચે કરેલ છે,
:
=
F
=
=
=
F “He '
૯૭