________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૨૩૭ !
पुढविकायस्स रजो लग्गति, आउक्काओ नदीए उत्तरओ लग्गइ, तेउकाओ तत्थ लोहं फंसइति (घंसति), वायु तत्थेव,
यत्राग्निस्तत्र वायुना भवितव्यम् । वणस्सई अक्खो बितिचउ संपातिमा पाणा पडंति, पंचिंदियाणवि वरत्ता घस्सति । ण एवं संजोएण निष्फन्नो लेवो,
ચન્દ્ર, : હવે દશમો અચિત્તભેદ જે લેપપિંડ કહેવાય છે, તે લેપપિંડ આ જ પૃથ્વી વગેરે નવ ભેદોના સંયોગ વડે બને ' છે.આ જ વાતને દેખાડતા કહે છે.
ઓઘનિયુક્તિ-૩૭૨ : ટીકાર્થ : નવ પિંડોનો સંયોગ થાય તેમાં આ લેપપિંડ બનેલો જાણવો. પ્રશ્ન : લેપપિંડમાં વળી નવપિંડનો સંયોગ કેવી રીતે ?
ઉત્તર : બે ચક્રવાળુ સાધન ગાડું કહેવાય. તેનો અક્ષ પ્રક્ષિત કરાયે છતે તેમાં પૃથ્વીકાયની રજ – ધૂળ ચોટે. (જેમ સાયકલની ચેનમાં ઓઈલ પુરીએ, તેમ ગાડાના અક્ષ નામના એક અવયવમાં જૂના જમાનામાં તેલ-ઘી વગેરે પીવડાવાતુ. એ લગાડે એટલે એ ચીકણું હોવાથી ઉડતી ધૂળ એના પર લાગે.)
આ ગાડુ નદી ઉતરે ત્યારે એ ભાગમાં અપકાય લાગે. તે ભાગમાં લોઢાને ઘસે – લોઢું ઘસાય એટલે તેઉકાય થાય. જયાં તેઉ ત્યાં વાયુ હોય જ, એ ન્યાયથી ત્યાં જ વાયુ છે.
I:
ર૩૭.