________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
/ ૨૮૮
w
पुनश्चासौ कायव्यापारेण दर्शयति, पुनश्च गुरुं छन्दयति-आमन्त्रयति, यदि भदन्तस्य प्रयोजनमनेन लेपेन ततश्च । गृह्यतामिति, एवं छन्दयति । 'सेसए यत्ति शेषांश्च साधून् छन्दयति, यदुत यदि भवतामनेन लेपेन किञ्चित्प्रयोजनं ततो गृह्यतामिति । एवं यदा न कश्चिद् गृह्णाति तदा 'ओमंथियस्स भाणस्स'त्ति ओमस्थितस्य-अधोमुखीकृतस्य भाजनस्य उपरि कृत्वा चीरं, ततश्चीरस्योपरि रूतपटलं करोति, 'छुभिज्ज तो लेवं 'ति ततो रूतस्योपरि लेपं प्रक्षिपेत् ।
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૩૯૦: ટીકાર્થ : વચન વડે લેપનું વર્ણન કર્યા બાદ પછી એ સાધુ કાયાની પ્રવૃત્તિ વડે એ લેપ | ગુરુને દેખાડે. (એટલે કે હાથમાં રહેલો એ લેપ ગુરુને દેખાડે) એ પછી ગુરુને આમંત્રણ આપે કે “જો આપ પૂજ્યને લેપનું કામ હોય તો આ લેપ ગ્રહણ કરો.” આ પ્રમાણે છંદના કરે. એ પછી બીજા સાધુઓને પણ લેપ માટે આમંત્રણ આપે કે “જો | તમોને આ લેપ વડે કંઈપણ કામ હોય તો આ ગ્રહણ કરો. (અહીં કોઈને પ્રશ્ન થાય કે - પોતાના માટે લાવ્યો છે. છતાં : બધાને આપવા માટે તૈયાર છે. જતી વખતે બધાને પૂછીને જ ગયેલો. હવે જો બધાએ ના પાડી હોય તો ખરેખર તો પાછા આવીને ફરી વિનંતિ કરવાની જરૂર જ નથી. જેણે લેપ મંગાવ્યો હોય એને જ જરૂરિયાત પ્રમાણે આપવાનો રહે. છતાં સાધુ પાછો બધાને વિનંતિ કરે છે. એ શા માટે ? – પણ એ પાછળનો આશય એ હોય કે “પહેલા ભલે ના પાડી હોય, પણ પાછળથી કોઈકને લેપની ઇચ્છા થઈ, તો બીજીવાર વિનંતિ કરવામાં એ સાધુની ભક્તિનો લાભ મળી જાય.” વળી આમાં છંદના સામાચારીના પાલન રૂપ ઉત્કૃષ્ટ લાભ તો છેજ.) આ પ્રમાણે વિનંતિ કર્યા બાદ જ્યારે કોઈપણ એ લેપ ન લે ત્યારે એ એક ભાજન-પાત્રાદિને ઉંધુ કરી એની ઉપર વસ્ત્ર
:
૨૮૮