________________
જ
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
'P
P
| ૫૩૧ II
=
B
=
ચોલપટ્ટો જે રીતે થાય તે રીતે તથા ઉપર ચાર અંગુલ વડે નાભિને જે રીતે ન સ્પર્શે તે રીતે પહેરે. તથા બેય બાજુ બે હાથની બે કોણીઓ વડે એ ચોલપટ્ટાને અથવા તો પલ્લાને ધારી રાખે. (અત્યારની જેમ એ ચોલપટ્ટો ફીટ ન કરે, કંદોરો ન બાંધે. એટલે જો બે કોણીઓ વડે ચોલપટ્ટો ધારી ન રાખે તો એ ચોલપટ્ટો પડી જ જાય. અર્થાતુ ચોલપટ્ટા કે પલ્લાને બે કોણી વડે
ધારણ કરી રાખે. NI
પ્રશ્ન : આમાં પલ્લા રાખવાની શી જરૂર ?). | ઉત્તર : જયારે ચોલપટ્ટો કાણાવાળો થયો હોય ત્યારે એને ઢાંકવા પલ્લા ગ્રહણ કરે. તથા પૂર્વે દર્શાવેલા જ કાયોત્સર્ગસ્થાનમાં ઉભો રહીને અને બે પગનું અંતર ચાર અંગુલ કરીને મુહપત્તિને જમણા હાથમાં રાખીને ડાબા હાથમાં ઓઘાને કરીને કાઉસ્સગ્ગ વડે ઉભો રહે. વળી કાયોત્સર્ગમાં ઉભેલો સાધુ ભિક્ષા સંબંધી અતિચારોને વિચારે.
પ્રશ્ન : ક્યાંથી પ્રારંભીને એ અતિચારોને વિચારે ?
ઉત્તર : ઉપાશ્રયમાંથી નીકળ્યો, ત્યારથી માંડીને જયાં સુધીમાં ઉપાશ્રયમાં પ્રવેશ થયો, તે વચ્ચેના કાળમાં જે દોષો લાગેલા હોય તેને તે મનમાં સ્થાપિત કરે. ओ.नि. : ते उ पडिसेवणाए अणुलोमा होति वियडणाए य ।
पडिसेववियडणाए एत्थ उ चउरो भवे भंगा ॥५१५॥
=
= =
=
=
=
-
= he°e E
૫૩૧ ||