________________
“આણે દર્પણની જેમ મારું અધિષ્ઠાન=ગુપ્તાંગો જોઈ લીધા. જેમ દર્પણ સ્વચ્છ હોય અને એ સ્પષ્ટ દેખાય એમ આણે મારા ગુપ્ત શ્રી ઓઘનિર્યુક્તિ
અંગો સ્પષ્ટ જોઈ લીધા.” (વહેલી સવારે ગૃહસ્થ ગમે તેમ ઉધ્યો હોય, એના વસ્ત્રાદિના ઠેકાણા ન હોય... એટલે આવું બને.) ભાગ-૨
વળી આ ગૃહસ્થ સાધુના દર્શનને અમંગલ માની લે અને એટલે એ વખતે શાસનની અપભ્રાજના થાય. અથવા તો
સાધુને જ કડવા વચનો સંભળાવે કે “આ બધા તો પેટ પૂરવા માટે જ દીક્ષિત થયેલા છે.” અથવા તો આવા હલકા ગૃહસ્થના ૩૨૮ w વિષયમાં આહનન થાય એટલે કે તે ગૃહસ્થ સાધુને મારી પણ દે.
આમ સવારે જ ગોચરી માટે ગૃહસ્થોના ઘરોમાં પ્રવેશનારાઓને દોષો દર્શાવી દીધા.
હવે જો અર્ધપ્રહર પસાર થઈ ગયા બાદ મોડેથી ભિક્ષા માટે પ્રવેશે તો પછી જો એ ગૃહસ્થ ભદ્રક હોય તો આ પ્રમાણે | જ બોલે કે આજના દિવસથી માંડીને હવે આટલી વેળા રાંધેલા ભોજનને થાય તે રીતે કરવું. (દા.ત. તેઓ સવારે સાડા આઠ ' સુધીમાં ભોજન બનાવી લેતા હોય અને સાધુ નવ વાગે જાય, તો એ નક્કી કરે કે હવે નવ વાગે જ ભોજન બની રહે એ જ!
રીતે બનાવવું. જેમ અર્ધપ્રહરમાં ગોચરી જવાનો નિષેધ છે. તેમ અર્ધપ્રહર બાદ ઘણો સમય નીકળી જાય તોય ગોચરી જવાનો નિષેધ છે. બેયમાં ગરબડ થાય.) અને આ રીતે કરે તો પછી આધાકર્માદિ દોષો લાગે.
અથવા ગૃહસ્થ એમ કહે કે ભલે આપણી રસોઈ વહેલી બને. પણ એ વાપર્યા પછી જે વધે તે તારે આજથી માંડીને છે. સાધુ માટે સ્થાપી રાખવું. સાધુ મોડા આવે છે તો એને વહોરાવી શકાય. - હવે જો આમ કરે તો સ્થાપના વગેરે દોષો લાગે.
Gu ૩૨૮