________________
નિર્યુક્તિ ન
ચન્દ્ર. : હવે ગુરુક દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે. શ્રી ઓઘ
ઓઘનિર્યુક્તિ-૪૮૪: ટીકાર્થ: ગૃહસ્થ ખાઘવસ્તુની ઉપર જે મોટો પથરો વગેરે રૂપ ઢાંકણું ઢાંકેલું હોય, સાધુને ખાદ્ય ' ભાગ-૨
વસ્તુ વહોરાવવા એ ઢાંકણને ઉપાડવામાં કે ઉપાડ્યા બાદ નીચે મૂકવામાં ક્યારેક ગૃહસ્થની કેડ ભાંગી જાય, ક્યારેક પગની
ઉપર જ એ પત્થર રૂપ ઢાંકણ પડે. ૪૮૬ો
અથવા તો એવું બને કે તે ગૃહસ્થનું ખાદ્યવસ્તુવાળું વાસણ જ મોટા પ્રમાણવાળું હોય, અને એટલે સાધુને વહોરાવવા આ માટે તે એક વાસણ ઉંચકવામાં પણ પૂર્વોક્ત કટિબંગાદિ દોષો લાગે. | અથવા તો એવું બને કે ગૃહસ્થ નાના વાસણથી વહોરાવવા જાય ત્યારે આ સાધુ બોલે કે “મોટા વાસણથી જ
વહોરાવો.” (કે જેથી જલ્દી કામ પતે અને વધુ પ્રમાણમાં વહોરી શકાય. એવો આ સાધુનો આશય હોવો સ્પષ્ટ જ છે.) આમાં | 'r આ રીતે બોલવામાં તો સ્પષ્ટપણે સાધુનો લોભ પ્રગટ થાય છે.
વળી એ ભારે વાસણ જો સાધુના પગની ઉપર પડે તો એના વડે સાધુનો વધ થાય એટલે કે સાધુને ઈજા થાય, વાગે.
તથા જો તે વાસણ ગરમ હોય તો ઉંચકનારી દાત્રીને એ ગરમ વાસણથી દાહ થાય. અથવા તો એ ગરમવસ્તુ વહોર્યા બાદ એ ગરમ વસ્તુથી ગરમ થઈ ગયેલું પાત્ર ઉંચકવામાં એ સાધુને દાહ થાય.
વળી આ રીતે મોટા પ્રમાણવાળા વાસણ વડે સાધુને વહોરતો જોઈને તે વહોરાવનાર ગૃહસ્થને કે એ ઘરના માલિકને અપ્રીતિ થાય.
I:
૪૮૬