________________
શ્રી ઓઘનિર્યુક્તિ s ભાગ-૨
'P
कदाचिद्भवन्ति, ततश्च 'पडियं विगिंचिज्जा' विभागेन विभजेत-निरूपयेदित्यर्थः ।
ચન્દ્ર. તેમાં આત્મવિરાધનાદિનું પ્રદર્શન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૮૨ : ટીકાર્થ : તે ગર કહેવાય કે જે આહારને થંભાવી દે (પચવા ન દે ?) અથવા તો કામણ-ટુમણ કરેલ દ્રવ્ય પણ ગર કહેવાય. હવે એ સંયુક્ત પિંડમાં ક્યારેક ગર હોય, તથા ઝેર, હાડકા અને કાંટા ક્યારેક હોય, અથવા તો તેમાં કોઈક વિરુદ્ધ દ્રવ્ય હોય. એટલે જો એ વહોરેલો આહાર સ્પષ્ટ જોવામાં ન આવે તો આ બધી વસ્તુઓ વડે આત્મવિરાધના થાય. તથા સંયમથી પણ વિરાધના થાય. કેમકે આમાં લીધેલી વસ્તુ ન જોવામાં પકાયની વિરાધના સંભવિત
#
IL ૪૮૨ IL.
#
E
F
=..'
પ્રશ્ન : આમાં ષકાયની વિરાધના શી રીતે ?
ઉત્તર : ક્યારેક એવું બને કે વહોરેલા તે પિંડમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ કે અગ્નિ લાગેલો હોય, જયાં અગ્નિ હોય તે અને ત્યાં વાયુ પણ હોય અને ક્યારેક બેઇન્દ્રિયાદિ જીવો પણ હોય. જો લીધેલા પિંડને સ્પષ્ટ રીતે છૂટો છૂટો કરી ને જોવામાં આવે છે તો સંયમની પણ વિરાધના થાય.
(વહોરાવેલા રોટલા-રોટલી ઉપર કાચું મીઠું, કાચું પાણી લાગી ગયું હોય. ભેજ વગેરેને કારણે મીઠાઈ વગેરેમાં નિગોદ થઈ ગઈ હોય. સાક્ષાત સળગતા કોલસા પર સેકાયેલા રોટલા-ભાખરાની નીચે અગ્નિના નાના કણિયા લાગેલા હોય...
૪૮૨ /