________________
શ્રી ઓઘ-યુ
નિર્યુક્તિ ભાગ-૨
| ૪૩૭ી.
શત્રુઓનો પરાજય થવા વગેરે રૂપ યોગના ઉત્કર્ષના લીધે અત્યંત આશ્ચર્યથી ઘેરાયેલાને ચિત્તનો હ્રાસ થયેલો હોય (ઘણા વિજયો આનંદ અને ગાંડપણ લાવનાર બને.) કે “મારા જેવો બીજો કોઈ નથી.” (૮) પિશાચ વડે ગ્રહણ કરાયેલો એટલે કે ભૂતના વળગાડવાળો. (૯) કપાયેલા હાથવાળો (૧૦) કપાયેલા પગવાળો (૧૧) અન્ય (૧૨) સાંકળોથી બંધાયેલો (૧૩) કોઢીઓ. આ બધાના હાથથી ન લેવું. તથા (૧૪) ગર્ભવતીના હાથથી ન લેવું. (૧૫) બાલવત્સા એટલે કે નાનકડા
બાળકવાળી સ્ત્રી (૧૬) ડાંગર વગેરેને ખાંડવાનું કામ કરતી (૧૭) ઘઉં વગેરેને પિંપતી (૧૮) જવ, ધાન્ય વગેરેને સેકતી જ (૧૯) કોઈકનો પાઠ આ પ્રમાણે છે કે મુશ્નન્તી એટલે કે ભોજન કરતી સ્ત્રી (૨૦) સૂત્ર-સુતરના દોરાઓને કાંતવાનું કામ જ કરતી (૨૧) કપાસિયામાંથી રૂને કાઢવાનું કામ કરતી...
આ બધા બે ગાથામાં બતાવાયેલા અવ્યક્તથી માંડીને પિંજતી સુધીના દાતાઓની પાસેથી ભિક્ષા ન લેવી.
આમાં ભજના-વિકલ્પના કરવાની છે. આશય એ છે કે આ અવ્યક્તાદિ પાસેથી ક્યારેક ગ્રહણ કરાય, ક્યારેક ગ્રહણ ન કરાય - એમ વિકલ્પ સમજવાનો છે.
આ ભોજન કરતા વગેરે દાતાઓમાં (જો વહોરીએ તો) હાથ ધોવા, પાણી ઢોળવું વગેરે દોષ લાગે. અવ્યક્તાદિમાં ઉપઘાત વગેરે અનેક દોષો લાગે. મુખ્ય દાતા દ્વારના પેટાદ્વારોને દર્શાવનારી આ ગાથા છે.
वृत्ति : इदानी भाष्यकारः प्रतिपदं व्याख्यानयति, तत्राद्यावयवप्रतिपादनायाह -
કે
E
'Is
૪૩૭
+
R
C