________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૪૭૨ /.
द्वित्रीन्द्रियादिमर्दितो भवेदागच्छन्त्या, एतच्च गन्धेन जानाति अशोभनेन, ततश्च न गृह्णाति, यत्र गन्धस्तत्र रसोऽपीति रसेन जानाति, तथा स्पर्शेन चोपयोगं ददाति, कदाचिदुदकबिन्दुर्लगति शीतलः, चक्षुषा तूपयोगं ददाति गमनागमने प्राप्तस्य च द्रव्यस्य हस्तस्य भाजनस्य वा, मा भूदुदकसंस्पृष्टं स्यात् ।
ચન્દ્ર.: પ્રશ્ન : પણ શ્રોત્રાદિના ઉપયોગને કેવી રીતે કરે ?
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૫૫ : ટીકાર્ય : રૂમની અંદર ગયેલી સ્ત્રી હાથ કે કુંડલિકાદિ રૂપ વાસણને ધુએ તો તે વખતે જ્ઞા | પાણીનો ઝલ-ઝલ શબ્દ થાય. અથવા તો માત્રક એટલે કુંડલિકા. ધોવાતી કુંડલિકા વગેરેનો ખસખસા શબ્દ થાય. (એટલે શ્રોત્રેન્દ્રિયના ઉપયોગથી ત્યાં વિરાધના થતી જાણીને સાધુ વહોરે નહિ.).
તથા પ્રાણ વડે ઉપયોગ આપે. ક્યારેક એવું બને કે ભિક્ષા લઈને પાછી સાધુ પાસે આવતી સ્ત્રી વડે રસ્તામાં બેઇન્દ્રિય : વગેરે જીવ મર્દિત કરાયો હોય, મરાયો હોય. અને આ હકીકત એ મરેલા જીવની ખરાબ ગંધ વડે સાધુ જાણી લે. અને એટલે પછી તે ગ્રહણ ન કરે..
જયાં ગંધ હોય ત્યાં રસ પણ હોય જ. એટલે ગંધના ઉપયોગમાં રસનો ઉપયોગ પણ ભેગો આવી જ જાય.
તથા સ્પર્શેન્દ્રિય વડે ઉપયોગ આપે, ક્યારેક ઠંડુ પાણીનું બિંદુ લાગે તો ખ્યાલ આવે. (સાધુને જલબિંદુ શી રીતે લાગે? એ પ્રશ્ન થાય. એવું લાગે છે કે સાધુ અને સ્ત્રી વચ્ચે દિવાલ, સાદડી જેવું અંતર હોય, એ દિવાલ કે સાદડી વગેરેની આડશમાં
૭૨ II