________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
| ૪૬૧ |
"
एव स दाता सर्पण दष्ट इति ।
ચન્દ્ર. ? હવે ગમન દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૪૭૭: ટીકાર્થ : ગમન એટલે કે સ્ત્રી સાધુને આપવા યોગ્ય ભિક્ષા લેવા માટે ઘરની અંદર પ્રવેશ કરે તે. તે વખતે તે દાતાની નીચેની જમીન અને ઉપરનો વિભાગ એ બે ભાગ જોવા. જો સાધુ એ અંદર જનારી સ્ત્રીના ચાલવાનો ભાગ અને ઉપર મસ્તકાદિના ભાગને ન જૂએ તો જતા તે દાતા દ્વારા પૃથ્વી વગેરેની વિરાધના થયે છતે સાધુને સંયમવિરાધના થાય. તથા તે દાતાના શરીર પર સાપ વગેરેના ડંખથી થનાર આત્મવિરાધના થાય. (એ દાતા (સ્ત્રી કે પુરુષ) સાધુને માટે જ અંદર ભિક્ષા લેવા જાય છે, હવે જો એ નીચે ધરતી ઉપર સચિત્ત પૃથ્વી - પાણી - વનસ્પતિનો સંઘટ્ટાદિ કરતો ચાલે તો ' આ બધી વિરાધના સાધુના કારણે થઈ હોવાથી સાધુને દોષ લાગે. જો સાધુ નીચેની જમીન જોતો હોય તો એ મધુરભાષામાં એ દાતાને કહી શકે કે “તમે આ સચિત્ત માટી, પાણી વગેરે ઉપર પગ ન મૂકશો.” એ રીતે વિરાધના ટાળી શકે. હવે જો એનાથી એ વિરાધના થઈ જ જાય તો પછી સાધુ ત્યાં ગોચરી વહોરવાનું બંધ રાખે એટલે એ સાધુને એ વિરાધનામાં બિલકુલ અનુમોદના ન હોવાથી કોઈ દોષ ન લાગે.)
(નળીયાવાળા ઘરોમાં ઘણીવાર ઉપર નળીયામાંથી સાપ નીચે આવતા હોય છે. હવે જો એ સાપનું મોઢું જરાક નળીયાની બહાર નીકળેલું હોય અને બહેન એની જ નીચેથી પસાર થાય તો એ વખતે સાપે ડંખ મારી દે એવી શક્યતા છે. એટલે જ સાધુ ઉપર નીચે બધે જ નજર રાખે.)
;
૪૬૧TI