________________
ST નિયુક્ત ગી
શ્રી ઓઘ-૬,
महेलाऽशौचवादिनी भवति-न हस्तौ प्रक्षालयति । एवमेषां दातॄणां हस्ताद्भजनया ग्रहणं करोति । उक्ता प्रतिद्वारगाथा,
तत्प्रतिपादनाच्चोक्तं, दातृद्वारं, ભાગ-૨
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૪૭૬ : ટીકાર્થ : કાંતનારીના હાથેથી પણ ભિક્ષા લેવાય જો એ સ્ત્રી જાડું સુતર કાંતતી હોય. ૪૫૯ો =1
પ્રશ્ન : એવું શું કારણ છે? કે એના હાથે લેવાય.
ઉત્તર : જો એ જાડુ સુતર કાંતતી હોય તો એ હાથની આંગળીમાં શંખનું ચૂર્ણ ન લગાડે. એમ થુંક પણ ન લગાડે. (પણ ના * જો પાતળું સુતર કાંતતી હોય, તો પાતળું કાંતવા માટે આંગળી ઉપર થુંક કે શંખચૂર્ણ લગાડવું પડે અને એ લગાડેલું હોય | | તો પછી એ ભિક્ષા આપવા માટે પહેલા પોતાના હાથ ધોશે જે અને જો એ રીતે હાથ ધુએ તો વિરાધના થાય. એટલે એના | હાથે ન વહોરાય. રૂમાંથી જાડા કે પાતળા સુતરના દોરા વણવાનું = તૈયાર કરવાનું કામ એટલે જ કાંતવાનું કામ.) |
રૂને છૂટું છૂટું કરતી સ્ત્રીના હાથથી વહોરી શકાય. ઉરૂણણ એટલે લોઢણ. જો લોઢણ કરવા યોગ્ય વસ્તુ નિષ્ઠાપિત હોય ! તો તેણીના હાથથી વહોરી શકાય. આશય એ છે કે લોઢણીમાં = રૂ અને ફોતરાદિને જૂદું કરનાર યંત્રમાં જે તે કપાસનો ઘાણ (જથ્થો) નાંખ્યો હોય, તે બરાબર છૂટો પડી ગયો હોય અને બીજો ઘાણ હજી પણ એમાં નંખાયો ન હોય, એ વેળાએ ભિક્ષા આપતી સ્ત્રી પાસેથી ભિક્ષા લેવાય. કેમકે એ વખતે કોઈ વિરાધના સાધુ નિમિત્તે થતી નથી. (ખેતરોમાં કપાસનો પુષ્કળ પાક થાય એમાં ઉપર ઉપર રૂ હોય અને અંદરના ભાગમાં સચિત્ત બીજ-ફોતરા વગેરે હોય. એટલે જ એને અડવામાં વિરાધના
| ૪પ૯ો