________________
E F
=
ભાગ-૨
ચન્દ્ર.: હવે ભાષ્યકાર એના પ્રત્યેક પદોની વ્યાખ્યા કરે છે. તેમાં પહેલા અવ્યક્ત પદની વ્યાખ્યા કરવા માટે કહે છે. આ શ્રી ઓશ- નિર્યુક્તિ ,
ઓઘનિયુક્તિ ભાષ્ય-૨૪૧ : ટીકાર્થ : બાળક જયાં સુધી આઠ વર્ષનો થાય ત્યાં સુધી અવ્યક્ત કહેવાય. તેના હાથે ગોચરી ન લેવી.
પ્રશ્ન : એમાં શું દોષ છે ? / ૪૩૯ |
ઉત્તર : આ દોષ છે, એક ભદ્ર સ્વભાવવાળી સ્ત્રી હતી, તેણી ખેતરમાં કામ માટે ગઈ. તેણીએ નાની છોકરીને કહી રાખ્યું કે જો સાધુ આવે તો તેને ભિક્ષા આપજે. ત્યારબાદ તેણી ગઈ એ પછી ભિક્ષા સમયે સાધુ આવ્યો. તેના વડે તે નાની | છોકરી કહેવાઈ કે “તારી માતા ક્યાં ગઈ છે ?” તેણી કહે છે કે “ખેતરમાં ગઈ છે.” તે કહે છે કે “ભિક્ષા લાવ.” ત્યારે તેણીએ ભાત આપ્યો. પછી સાધુ બીજી પણ ખાદ્ય વસ્તુઓ માંગે છે. પછી તો છોકરીએ (માતાનો આદેશ સમજી) દૂધ, દહીં, w છાશ બધું જ આપ્યું. ત્યાર પછી કાંજી પણ આપી. તે સાધુ પણ બધું ગ્રહણ કરી બધું પૂરું કરી નીકળી ગયો. તે ભદ્રક સ્ત્રી | સાંજે આવી ત્યારે થાકેલી તે ભોજન માંગે છે. તે છોકરી કહે કે “મેં સાધુને આપ્યું” તેણી કહે “સારુ કર્યું. ભાત લાવ, ખાઈ લઉં.” છોકરી કહે કે “સાધુને આપ્યો.” તેણી કહે કે “સારું કર્યું, દહીં-દૂધ વગેરે લાવ.” છોકરી કહે “આપી દીધું.” સ્ત્રી કહે કે “સારું કર્યું. કાંજી લાવ,” છોકરી કહે “એ પણ આપી દીધી.” ત્યારે તે ભદ્રક સ્ત્રી ગુસ્સે થઈને બોલે છે. “બધું જ
શા માટે આપી દીધું?” છોકરી કહે કે “તે સાધુએ માંગ્યું એટલે આપ્યું.” માતા કહે કે “આ છોકરી છે” એમ વિચારી છોકરીને Rી પટાવીને બધું જ લઈને સાધુ જતો રહ્યો.” પછી એ સ્ત્રી આચાર્યની પાસે આવી. ત્યાં નિંદા કરે છે કે “આ લુંટારાની જેમ
૩૯ો.