________________
E
#
નિર્યુક્તિ
યૂથપતિ બધા વાંદરાઓની સાથે આવ્યો. ત્યારે તે વનના એકે એક વૃક્ષને જુએ છે. એ પછી તે વન શુદ્ધ નક્કી કર્યું. પછી શ્રી ઓઘ-થી
યૂથપતિં વડે કહેવાયું કે “વનના ફળો ખાઓ.” જ્યારે તેઓ ત્યાં તૃપ્ત થયા, ત્યારે પાણી પીવા ગયા. ત્યારે તે યૂથપતિ | of સરોવરની ચારેબાજુ જૂએ છે, એમાં એને સરોવરની અંદર ઉતરતા પગલા દેખાય છે, પણ બહાર નીકળતા પગલા દેખાતા ભાગ-૨
નથી. ત્યારે તે બોલે છે કે આ સરોવર અપાયવાળું - મુશ્કેલીવાળુ છે તેથી અહીં કિનારે રહીને કે મધ્યમાં કે ઉપર પાણી નહિ | ૪૨૫ | "
પીતા. પરંતુ નાલ વડે – ભુંગળી વડે પાણી પીજો .” ત્યાં જે વાંદરાઓએ તેનું વચન સાંભળ્યું તેઓ પુષ્પફળને ભજનારા થયા. જેઓએ ન સાંભળ્યું તેઓ વૃક્ષો ઉપરથી તે સરોવરમાં કુદકો મારે છે, પણ પાછા બહાર નીકળી શકતા નથી. આથી તેઓ પુષ્પફળાદિને પામનારા ન થયા. એ જ રીતે આચાર્ય તે સાધુઓને પ્રભુના સ્નાત્ર મહોત્સવાદિમાં આધાકર્મ, દેશિકાદિ ણ દોષોને ત્યજાવે છે અને ઉપાય વડે પ્રાસુક ગોચરી ગ્રહણ કરાવે છે. જે રીતે સાધુઓ આધાકર્માદિ વડે ઠગાઈ ન જાય એ રીતે ..
કરે છે. ત્યાં સાધુઓના આગમન પૂર્વે જ કરાયેલા દૂધ-દહીં-ઘી વગેરે તેવા પ્રકારના, સાધુ વડે ન કરાયેલા, સાધુઓ વડે નહિ ! a કરાવાયેલા કે સાધુઓ વડે નહિ અનુમોદાયેલા દ્રવ્યો સાધુઓને ગ્રહણ કરાવડાવે. તેમાં જેઓ આચાર્યના વચનને સાંભળે a
તેઓ દોષિતને ત્યાગે. તેઓ ઝડપથી અમુક કાળે કર્મક્ષયને કરશે. જેઓ ન સાંભળે તેઓ બોલે કે “આ બધા તમારા ખોટા વિકલ્પો છે. અર્થાત્ તમે ખોટી ખોટી કલ્પના કરો છો. શા માટે આ વસ્તુ ન લેવાય ?” આ પ્રમાણે ગુરુના વચનને નહિ સાંભળતા તેઓ જન્મમરણોના ભાગી થયા.
E
P's
वृत्ति : इदानीममुमेवार्थं गाथाभिः प्रदर्शयन्नाह -
:
૪૨૫.
=
|