________________
જ શત્રુ એકલા સાધુને જોઈને તેને મારે. માટે સંઘાટક સાથે જવું. પ્રત્યેનીક દ્વાર પૂર્ણ થયું. હવે ભિક્ષાવિશુદ્ધિનું વ્યાખ્યાન કરાય શ્રી ઓઘ-૧
છે. જયારે તે એકાકી સાધુ કોઈક વાડામાં-શેરીમાં ભિક્ષા માટે પ્રવેશે, અને એક સાથે ત્રણ ઘરોમાંથી નીકળેલી ભિક્ષાને ગ્રહણ નિર્યુક્તિ
છ કરે તો તેને ભિક્ષાની અશુદ્ધિ થાય, એટલે કે અભ્યાહતદોષ લાગે. એનું કારણ એ કે ત્રણ ઘરોમાંથી બહેનો ભિક્ષા લઈને ભાગ-૨
નીકળે છે. તો સાધુ બધે ઉપયોગ ન રાખી શકે એટલે સાધુ તે બહેનો ક્યાંથી ચાલીને આવે છે. નીચે કાચા પાણી કીડી વગેરે | ૩૩૭ી.
ઉપર પગ મૂકીને નથી આવતાને ? એ બધુ તપાસી ન શકે. (જો એ બાજુ ઉપયોગ રાખે તો પછી ભિક્ષા લેવામાં ઉપયોગ જ ન રહે.) * હવે જો આ ભિક્ષા દોષ ન લાગે એ માટે ત્યાં એક ભિક્ષા લે કે જેમાં એણે ઉપયોગ આપેલો છે. અને બીજી બે ભિક્ષા
ન લે કે જેમાં ઉપયોગ અપાયો નથી તો પછી એ બે ભિક્ષા ન લેવામાં તો એ ભિક્ષાના દાતાઓ દ્વેષ પામે કે “આ સાધુ અમારું. 1 અપમાન કરે છે. કે જેથી અમારું ભોજન વહોરતો નથી.” અને વળી આ રીતે વારંવાર બે બે ભિક્ષા ન લેવામાં આવે તો I ભિક્ષાની હાનિ થાય. અર્થાતુ સંપૂર્ણ ભિક્ષા ન મળે. ઘણો ઘણો સમય ફરે પછી માંડ સંપૂર્ણ ભિક્ષા મળી રહે. અથવા તો તે ભિક્ષા ન લેવાથી ગચ્છની હાનિ થાય. એટલે કે ગચ્છને પુરતી ગોચરી-પ્રાયોગ્ય ગોચરી ન મળવાથી ગચ્છને મુશ્કેલી પડે. (એ બે ભિક્ષા પ્રચુર પ્રમાણમાં મળતી હોય અને ગચ્છ પ્રાયોગ્ય સારા દ્રવ્યો મળતા હોય પણ આ ભિક્ષા છોડી દે તો ગચ્છને નુકશાન થાય.).
(જો બે જણ જાય, તો એક ગોચરી વહોરે અને બીજો લવાતી બે ભિક્ષામાં ઉપયોગ રાખે, અને એટલે અભ્યાહતાદિ
!
nu s
Fun ૩૭
E