________________
'
શ્રી ઓઘ-, ચન્દ્ર.: હવે જ્યારે એવા પ્રકારનો કોઈ સાધુ ન હોય કે જેને આ સાધુ પોતાનું નવા લેપવાળું પાત્ર સોંપીને ભિક્ષા માટે નિયુક્તિ - જઈ શકે, ત્યારે અને સ્વયં પોતે ત્રણ પાત્રા સાથે લઈને ગોચરી ફરવા માટે સમર્થ ન હોય ત્યારે શું વિધિ ? એ ત્રણ પાત્રા ભાગ-૨ T કયા? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે એક નવા લેપવાળું પાત્ર, બીજુ ભોજન માટેનું પાત્ર અને ત્રીજું અશુદ્ધવસ્તુ માટેનું માત્રક
રૂપી પાત્ર. (બે સાધુ સંઘાટક જાય, ત્યારે બેય પાસે બે બે પાત્રા હોય. એમાં એ એક પાત્ર ભોજન માટે, એક પાત્રક પાણી ૨૯૫
માટે, અને એક માત્રક રૂપી પાત્ર ગુર્નાદિ પ્રાયોગ્ય વસ્તુ માટે, તથા જે વસ્તુ કંઈક શંકાવાળી લાગે તે જુદી વહોરવા માટે આ એક માત્રકરૂપી પાત્ર... આમ અહીં આ સાધુને “અશુદ્ધવસ્તુ માટે માત્રક” એમ કહેલ છે.
ઓઘનિર્યુક્તિ-૩૯૪ : ટીકર્થઃ ઉત્તર : જો ત્રણ પાત્રાઓ લઈને ગોચરી ફરવા માટે એ સમર્થ ન હોય તો પછી નવા || * લેપવાળા પાત્રકને રાખ વડે ગુંડિત કરી - ઘસી નાંખી - વ્યાપ્ત કરી એક ભાગમાં મૂકી દઈ પછી બે પાત્રા લઈને ફરે. (જો -
નવાલેપવાળું પાત્ર એમને એમ મૂકી જાય, તો ભીના ચીકણા એ લેપમાં જીવો ચોંટી ચોંટીને મરી જાય) બાકીના સાધુઓ તેને , માટે દ્રવ-પ્રવાહી સ્વરૂપ પાનને ગ્રહણ કરે. (અહીં એમ લાગે છે કે આ સાધુ સંઘાટક ગોચરી જવાને બદલે એકલો ગોચરી જતો હશે કે જેથી જલ્દી આવીને લેપવાળા પાત્રની કાળજી કરી શકાય. બાકી જો સંઘાટક ગોચરી જાય તો પૂર્વે જણાવ્યા પ્રમાણે બે સાધુઓ વચ્ચે એક માત્રક પાણી લાવવા માટે છે જ. એટલે આ સાધુ એકલો જાય અને પાણી ન લાવે. એકમાં ભોજન અને એકમાં અશુદ્ધ વસ્તુ લાવે. જીવ વગેરેથી સંસક્ત વસ્તુ પણ અશુદ્ધ ગણાય. આવી વસ્તુ કારણસર વહોરવી પડે તો એ જુદા માત્રકમાં વહોરી, ઉપાશ્રયે આવી એ બરાબર જોઈ જીવ હોય તો એને દૂર કરીને બાકીનું વાપરે... અથવા સંઘાટક
, ૫
III.
વ
8