________________
R
ગોચરી ગયો હોય તો પણ પાણી જો સુલભ ન હોય તો એનું પાણી બીજાઓ લાવે. જેથી આ સાધુનો એટલો સમય બચે. શ્રી ઓઘ
જલ્દી ઉપાશ્રયે આવી શકે.) નિર્યુક્તિ ભાગ-૨ " ઓઘનિર્યુક્તિ-૩૯૫: ટીકાર્થઃ લેપ વડે લેપાયેલા જે પત્થર, કોડીયું, વસ્ત્ર વગેરે છે, તે બધા જ રાખ વડે ગુંડિત કરી
લે. રાખમાં મસળી નાંખે. એમાં ઘટ્ટક એટલે જે પત્થર વડે નવા લેપવાળુ પાત્રુ લીસું કરાય તે પત્થર. ગાથામાં લખેલા રાત્રિ | | ૨૯૬ I vશબ્દથી શરાવ-કોડીયું અને વસ્ત્ર આ બેય લેપવાળા થયેલા હોવાથી તે પણ સમજી લેવા. પાત્રને લેપનારા સાધુની આ બધી જ
આ વસ્તુઓ લેપ વડે લેપાઈ ગઈ હોય છે. આ બધાને રાખ વડે ગુંડિત કરી દે કે જેથી ત્યાં ઉપાશ્રયમાં મૂકી રાખેલા એ પદાર્થો ની | દ્વારા કીડી વગેરે જીવોની હિંસા ન થાય.
પ્રશ્ન : પણ આવું બધું શા માટે કરવાનું ? 'r ઉત્તર : સંયમના વિસ્તાર માટે કરવાનું. ષકાયરક્ષાના ઉપાયો અજમાવવાથી સંયમ વિશાળ-વિસ્તૃત બને.
ઓઘનિર્યુક્તિ-૩૯૬ : ટીકાર્થ ઉપર કહેલા ન્યાય પ્રમાણે લેપનું ગ્રહણ, તે જ લેપનું આનયન, પાત્રકની લિંપના અને લેપના ગ્રહણમાં યતના... આ બધી બાબતો બતાવી દીધી.
હવે પછી લેપાયેલા પાત્રના પરિકર્મવિધિને કહીશ. વૃત્તિ : સ વાર્થ વિમવિધિઃ –
I:
૨૯૬