________________
શ્રી ઓઘ-વ્ય. ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૦૨ : ટીકાર્થ : અથવા એવું પણ બને કે સાધુ દેઢલેપવાળું પાત્ર પણ માત્ર વિભૂષા માટે નિર્યુક્તિ ને ફરીથી લેપે. હવે આ રીતે જો એ પાત્ર નવું લેપે તો ગ્લાનાદિ સાધુઓની તે પાત્રના અભાવમાં જે કંઈ હાનિ થાય તે બધી ભાગ-૨ILજ તે સાધુ વડે કરાયેલી થાય. તે આ પ્રમાણે (૧) પાત્રા ન હોવાથી આચાર્ય તે સૂત્રાર્થ લેવા આવેલાઓને પોતાની નિશ્રામાં
ન સ્વીકારે. (આચાર્યની ફરજ છે કે નિશ્રામાં આવેલા સાધુઓની બધા જ પ્રકારે કાળજી કરવી. જો કાળજી ન કરી શકે તો // ૨૬૧.
Eી નિશ્રામાં ન લેવા. એટલે હવે જો પાત્રા ઓછા હોવાથી આચાર્ય એ અંગેની કાળજી પ્રતઇચ્છકોની કરી શકે એમ ન હોય તો
પછી એ એમને ન સ્વીકારે. જેમ ગચ્છમાં વૈયાવચ્ચી ન હોય તો વૃદ્ધ-ગ્લાનાદિ સાધુને પોતાની નિશ્રામાં કોઈપણ આચાર્ય ન સ્વીકારે. કેમકે એની સેવા કરનાર જ કોઈ નથી. એમ અહીં પણ સમજવું.) અને ન સ્વીકારે એટલે તે પ્રતઇચ્છકોને સુત્રાર્થ આપવા વગેરેમાં જે નિર્જરાદિ લાભો થવાના હતા, તે બધાનો અભાવ થવા રૂપ દોષો લાગે. (૨) સેહ એટલે જેણે હમણાં જ દીક્ષા લીધી હોય છે. હવે જો એ ઉપકરણ વિનાનો હોય અને એને પાત્રા આપવામાં ન આવે તો પાત્રા વિના એ ગોચરી- " પાણી શેમાં વાપરે ? એટલે ચિત્તમોહ થાય. અર્થાત્ એનો સંયમપરિણામ તૂટી જાય. અને આ રીતે એને વિપરીત પરિણામ થવાથી પછી તો એ ષકાયને મારનારો બને. (દીક્ષા છોડી દે તે તો ષકા હિંસક બને જ. પણ અહીં પણ પાત્રા ન હોય તો છેવટે પોતાનો નિર્વાહ કરવા ગમે તે રીતે ગોચરી-પાણી વાપરવાનો પ્રયત્ન કરવાનો જ અને એમાં પકયહિંસા ઉત્પન્ન થવાની જ.)
આ બધા કારણોસર ગુરુને પાત્ર દેખાડ્યા બાદ જ લેપવું. એનાથી એ લાભ થાય કે ક્યારેક એ આચાર્ય પ્રતઇચ્છકાદિને કી : પોતાની પાસે આવતા સાંભળીને આ સાધુને પાત્ર લેપતા અટકાવે કે “આ પાત્રાની કદાચ જરૂર પડશે, હમણા લેપતો નહિ.”
કં
=
- .