________________
છે ૬, ૩
શ્રી ઓઘ-થી
નિયુક્તિ કરી
ભાગ-૨
અહીં આ ભાવના - પરમાર્થ છે - (૧) ગાડું હરિત ઉપર અનંતર પ્રતિષ્ઠિત અને બીજ ઉપર અનંતર પ્રતિષ્ઠિત છે. (૨) ગાડું હરિત ઉપર અનંતર પ્રતિષ્ઠિત છે પણ બીજ ઉપર અનંતર પ્રતિષ્ઠિત નથી. કેમકે ત્યાં બીજ નથી. (૩) ગાડું હરિત ઉપર અનંતર પ્રતિષ્ઠિત નથી, પણ બીજ ઉપર અનંતરપ્રતિષ્ઠિત છે. કેમકે ત્યાં હરિત નથી. (૪) ગાડું હરિત ઉપર અનંતર પ્રતિષ્ઠિત નથી અને બીજ ઉપર પણ અનંતરપ્રતિષ્ઠિત નથી. કેમકે ત્યાં બેયનો અભાવ
// ૨૭૭ો.
=
=
*
આ ચોથો ભાંગો શુધ્ધ છે. આમ હરિત અને બીજ એ બે પદો વડે અનન્તરપ્રતિષ્ઠિતપણાની કલ્પના વડે ચાર ભાગા મળ્યા.
હવે હરિત અને બીજના જ પરંપર પ્રતિષ્ઠિતપણાની કલ્પના વડે જે રીતે ચાર ભાગા મળે તે રીતે કહેવાય છે. તે આ પ્રમાણે –
(૧) ગાડું હરિત ઉપર પરંપર પ્રતિષ્ઠિત છે અને બીજ ઉપર પણ પરંપરપ્રતિષ્ઠિત છે. (૨) ગાડું હરિત ઉપર પરંપર પ્રતિષ્ઠિત છે, પણ બીજ ઉપર પરંપરપ્રતિષ્ઠિત નથી. કેમકે બીજનો અભાવ છે. (૩) ગાડું હરિત ઉપર પરંપર પ્રતિષ્ઠિત નથી, પણ બીજ ઉપર પરંપરપ્રતિષ્ઠિત છે. કેમકે હરિતનો અભાવ છે. (૪) ગાડું હરિત ઉપર પરંપર પ્રતિષ્ઠિત નથી, અને બીજ ઉપર પણ પરંપરપ્રતિષ્ઠિત નથી. કેમકે બેયનો અભાવ છે.
*
*
| ૨૭૭