________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
एवमपि गत्वा भाजन लिम्पतो भाजनभेदो भवति, व्यापृतस्य च-आकुलस्य पात्रकलेपने गन्त्र्याश्चलने सत्यात्मोपघातो भवति । तथा प्रकटं तत्रैव पात्रे लेपग्रहणं कुर्वतो निःशङ्कितं लोकस्य भवति यदुतैतेऽशुचयः येनाशुचिना लेपेन पात्रकलेपनं कुर्वन्ति । इहरहा संक'ति इतरथा यदि तत् पात्रं तत्र प्रकटं न लिप्यते ततो लोकस्य शबॅव केवला भवति यदुत न विद्मः किमप्यनेन लेपेनैते करिष्यन्ति इति, ततः प्रतिश्रय एवागत्य लेपना कर्त्तव्येति ।
ण
૨૫૪
ચન્દ્ર.: આ પ્રમાણે પૂર્વપક્ષ વડે કહેવાય છતે આચાર્ય કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૯૯ : ટીકાર્થ : તમારા કહેવા પ્રમાણે ગાડા પાસે જઈને પાત્ર લેપનારા સાધુનું પાત્ર ભાંગી જવાનો પ્રસંગ આવશે. (ત્યાં કંઈ આસન ઉપર વ્યવસ્થિત બેસીને તો પાત્રુ લેપી શકાવાનું નથી. અદ્ધરતાલ પાત્રુ લેપવું જ પડે એમાં એ પડી જવાદિ રૂપ દોષ થવાની પાકી સંભાવના છે.) તથા ત્યાં સાધુ ગાડા પાસે બેસી પાત્રુ લેપવામાં લીન બની ગયો હોય અને બીજી બાજુ ગાડુ ચાલવા માંડે તો સાધુને ચકરડું વાગી જવાદિ કારણોસર આત્મોપઘાત પણ થાય.
તથા જાહેરમાં ત્યાં જ પાત્રામાં લેપગ્રહણ કરનારા અને પાત્રામાં લેપ કરનારા) સાધુને જોઈને લોકો નિઃશંક પણે આ વિચાર આવવાનો જ કે “આ બધા ગંદા છે કે જેથી ગંદા લેપ વડે પાત્રાનો લેપ કરે છે.” (ગાડાના ચક્રમાંથી કાઢેલું તેલઆ ઘી એ તો મેલુ-કાળાશ પડતું પણ થઈ ગયું હોય. સ્વાભાવિક છે કે આવો લેપ લોકો તો ગંદો જ ગણવાના.) એને બદલે વો જો તે પાત્ર ત્યાં જાહેરમાં લેપવામાં ન આવે તો લોકોને સાધુને લેપ લેતો જોઈને માત્ર શંકા જ થાય કે આપણે નથી જાણતા
: ૨૫૪ IL