________________
શ્રી ઓઘ- ચન્દ્ર. : હવે પાત્રનો લેપ ન કરવામાં સંયમવિરાધનાને દેખાડે છે. નિર્યુક્તિ ને ઓશનિયુક્તિ-૩૭૪: ટીકાર્થ : એક સાધુએ ગ્લાનને માટે ખાંડ માંગી, હવે તે દેશમાં મીઠું પણ ખાંડ શબ્દથી ઓળખાય ભાગ-૨ Tછે. એટલે તે શ્રાવક એમ સમજયો કે “સાધુ મીઠું માંગે છે” એટલે એણે પાત્રામાં મીઠું આપ્યું. પછી ઉપાશ્રયમાં ગયા બાદ
F સાધુએ જોયું કે આ તો મીઠું છે. ત્યારપછી એણે “આ પૃથ્વીકાય છે.” એમ વિચારીને એ પરઠવી દીધું. ત્યારબાદ તે મીઠું / | ૨૪૭
પરઠવી દેવા છતાંય કર્કશ સ્પર્શવાળા તે પાત્રામાં મીઠાના અવયવો લાગી ગયા. અને પાત્રાની ઝીણી ઝીણી તિરાડોમાંય એ અવયવો પ્રવેશી ગયા. હવે જો તેમાં અન્ન-પાનાદિ ગ્રહણ કરે તો તે મીઠાના અવયવોનો વિનાશ થાય. હવે જો એ પાત્રુ મીઠાથી ખરડાયેલ હોવાથી એમાં નવી ગોચરી ન લે તો પોતે ભૂખના લીધે મૃત્યુ પામવાથી આત્મવિરાધના થાય. (જો લેપ * કરેલું પાડ્યુ હોય તો એ મીઠું બધું જ નીકળી જાય, એના અવયવો ચોંટવાનો કોઈ પ્રશ્ન જ ન રહે...) ' અથવા તો એવું બને કે સાધુએ કાંજીનું પાણી માંગ્યું અને ગૃહસ્થની સ્ત્રીએ અનુકંપાથી-દયાથી સચિત્ત પાણી આપી ! દીધું. (સાધુઓ નિર્દોષ પાણીના ખૂબજ આગ્રહી હતા. હવે અચિત્ત નિર્દોષ પાણી તો આવા કાંજીના પાણી-ધોવાણના પાણી વગેરે જ મળતા. જે ચોક્ખુ પાણી કહેવાય એ અચિત્ત-નિર્દોષ મળવું ખૂબજ દુર્લભ છે. એટલે સ્ત્રીને વિચાર આવે કે આ સાધુઓ કાયમ આવું જ પાણી વાપરે છે. એમને ચોક્ખુ પાણી વાપરવા નથી મળતું... અને એમ વિચારી દયાના અતિરેકમાં સચિત્ત ચોકખુ પાણી વહોરાવી દે, એ વખતે તે સાધુઓ અજૈનોમાં પણ ગોચરી જતા એટલે આવા અજૈન બહેનો આ ભુલ કરે એ શક્ય છે. અથવા તો એવું બને કે સાધુએ કાંજીના પાણીની માંગણી કરી, પણ સ્ત્રી પાસે એ નથી. એટલે છેવટે સાધુ
:
:
8િ - શ્રેષ ન
૨૪૭