________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ ભાગ-૨
// ૨૪૯
ततो एवं छट्ठो तसकाओ विणासिओ होइ, एवं अलित्ते पत्ते छज्जीवणिकायविराधना अवस्सं होई ॥ .
ચન્દ્ર, અથવા તો પાત્રને લેપ ન કરવામાં આ દોષ લાગે.
ઓઘનિર્યુક્તિ-૩૭૫ ટીકાર્થ : એક સાધુએ લોટનો બનેલો પુડલો-રોટલો મેળવ્યો. હવે એની નીચે નાનકડો અંગારો ચોટેલો હતો, એ પણ દાતાએ રોટલા સાથે ભેગો જ નાંખી દીધો. સાધુએ તે ન જોયો. એટલે સાધુ તો એ વહોરી પાછો ગોચરી માટે ફરવા લાગ્યો. હવે આ અવસ્થામાં તે સાધુનું તે પાત્ર પલ્લાઓ સાથે લગભગ બળી ગયું. એને અચાનક બળેલું જોઈને ગભરાયેલા સાધુએ એ પલ્લા સાથે પાત્રુ ફેંકી દીધું. હવે એ બળતું પાત્રુ પણ વાડીમાં પડ્યું અને એનાથી આખા ગામમાં આગ લાગી. જ્યાં અગ્નિ ત્યાં વાયુ હોય એટલે એમાં વાયુની પણ વિરાધના થઈ.
અથવા તો રોટ્ટ એટલે ચોખાનો લોટ ક્યારેક મળેલો હોય, હવે તે અચિત્ત સમજીને વહોર્યો હોય પણ તે ખરેખર સચિત્ત “ ' હોય તથા લેપ વિનાના પાત્રાની જ ભીની તિરાડોમાં નિગોદ થઈ જાય, (રોજ પાત્રુ વપરાય એટલે એ તિરાડોમાં પાણી તો આ જવાનું જ...) એટલે એમાં એ સચિત્ત લોટ અને નિગોદ બેય વનસ્પતિનો વિનાશ થાય.
ગાથામાં fમ લખે છે, એનો અર્થ “I – રાજી-તિરાડ થાય. તે નહિ લેપેલા પાત્રની તિરાડોમાં કંથવા વગેરે જીવો હોય. આમ છઠ્ઠો ત્રસકાય પણ વિનિષ્ટ થાય (નાશ પામે). આમ પાત્રુ ન લેપવામાં અવશ્ય પર્કાયની વિરાધના થાય. वृत्ति : यच्चोक्तं 'त्रैलोक्यदर्शिभिः समये लेपैषणा नोक्ता' तत्रेदमुच्यते -
I:
૨૪૯ |