________________
ur
मो
શ્રી ઓધ સ્થ
નિર્યુક્તિ
ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૪૬ : ટીકાર્થ : ઉત્તર ઃ (૧) કોઈ એમ કહે છે કે જ્યાં સુધી એ પાણીમાં થયેલા પરપોટા સમી ન જાય ત્યાં સુધી એ પાણી મિશ્ર ગણાય. (૨) બીજા કહે છે કે એ પાણી જે વાસણમાં કાઢ્યું, એ વાસણની ધાર વગેરે ઉપર ઉડી ઉડીને લાગેલા ટીપાઓ જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી એ પાણી મિશ્ર રહે. (૩) બીજાઓ કહે છે કે જ્યાં સુધી એ ચોખા ચૂલા ઉપર ચડીને સીઝી ન જાય ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય.
|| ૧૯૬ || મ
(ગૃહસ્થો સવારે ચોખા પાણીમાં પલાડે, અને હાથ વડે મસળીને એને ધૂએ, અમુક સમય પલાડી રાખ્યા બાદ એ ળ પાણીને બીજા વાસણમાં નીતારી લે, એ પાણી ક્યારે અચિત્ત થાય ? એની અત્રે વિચારણા ચાલે છે.)
આ ત્રણ અનાદેશો - ખોટા મત છે કેમકે આ ત્રણેય વસ્તુ ક્યારેક લાંબાકાળે પણ થાય અને ક્યારેક જલ્દી પણ થાય. એમાં મુખ્ય કારણ આધાર-વાસણ છે. (ધારો કે માટીના વાસણમાં એ ચોખાના ધોવાણનું પાણી નીતારવામાં આવે, હવે એ ૐ માટીનું વાસણ જો ભીનું હોય, ઘણું વપરાયેલું હોય તો એની કિનારાદિ ઉપર લાગેલુ પાણી જલ્દી ન સુકાય. અને એ વાસણ તદ્દન નવું હોય તો પછી એ જલ્દી સુકાય. હવે ધારો કે આ પાણીને અચિત્ત થતા ૩ મિનિટ લાગતી હોય, તો જૂના વાસણમાં પેલા ટીપા ૭ મિનિટ પછી સુકાતા હોય એવું ય બને. એટલે ૩ થી ૭ મિનિટ દરમ્યાન એ અચિત્ત હોવા છતાં સચિત્ત માનીને છોડી દેવું પડે, જે યોગ્ય નથી. અને નવા વાસણમાં ૧ જ મિનિટમાં સુકાઈ જાય તો ૧-૨-૩ મિનિટ દરમ્યાનમાં તે પાણી સચિત્ત હોવા છતાં અચિત્ત સમજીને વહોરી લેવાનો દોષ ઉભો થાય. એટલે “બાઝેલા ટીપા સુકાઈ જાય એટલે અચિત્ત” એ નિયમ બરાબર નથી.
એમ ‘નીતારેલા પાણીમાં ઉત્પન્ન થયેલા પરપોટા શમી જાય એટલે અચિત્ત' એ નિયમમાં ય વાંધો પડે. જો પવન વધારે
I
OT
U
स
ओ
म
랑
स्म
|| ૧૯૬ ||