________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
૨૨૪
આ બસ્તિ અચિત્ત વાયુથી પૂરી દેવામાં આવે તો પછી તેમાં રહેલો વાયુ અતિ સ્નિગ્ધકાળમાં એક પ્રહર જેટલા સમય સુધી અચિત્ત જ રહે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે કાલ બે પ્રકારે છે. સ્નિગ્ધ અને રુક્ષ. એમાં સ્નિગ્ધકાળ એટલે ભેજવાળો કાળ. અને If ઈતર-પાણી વિનાનો કાળ (જેમાં વાતાવરણમાં પાણીનો અંશ ન અનુભવાય તેવો, ઉનાળાનો કાળ) તેમાં સ્નિગ્ધકાળ ત્રણ x પ્રકારે છે. | (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. તેમાં ઉત્કૃષ્ટ સ્નિગ્ધ કાળમાં વાયુથી ભરેલી બસ્તી એક પ્રહર સુધી અચિત્ત રહે. જ
ત્યારબાદ તે જ વાયુ ત્રીજા પ્રહરમાં સચિત્ત થાય. (એટલે કે બીજા પ્રહરમાં મિશ્ર હોય.) મધ્ય સ્નિગ્ધ કાળમાં વાયુથી ભરેલો છે A બસ્તી બે પ્રહર સુધી અચિત્ત રહે, ત્રીજા પ્રહરમાં મિશ્ર રહે, ત્યારબાદ તેજ ચોથા પ્રહરમાં સચિત્ત થાય. જઘન્ય સ્નિગ્ધકાળમાં જ '* વાયુથી ભરેલો બસ્તી ત્રણ પ્રહર અચિત્ત રહે, ત્યાર પછી તે જ ચોથા પ્રહરમાં મિશ્ર થાય, અને ત્યારબાદ પાંચમાં પ્રહરમાં ૩ તે જ સચિત્ત થાય. આ પ્રમાણે સ્નિગ્ધકાળમાં પ્રમાણ કહેવાયું.
હવે રુક્ષકાળમાં દિવસો વડે પ્રરૂપણા કરાય છે. અર્થાત્ એમાં પ્રહરને બદલે દિવસો ગણવાના છે. તેમાં રુક્ષકાળ પણ ત્રણ પ્રકારનો છે. (૧) જઘન્ય રુક્ષ (૨) મધ્યમરુક્ષ અને (૩) ઉત્કૃષ્ટ રુક્ષ. તેમાં જઘન્યક્ષ કાળમાં વાયુથી ભરેલો બસ્તી એક દિવસ સુધી અચિત્ત રહે. ત્યાર પછી તે જ બીજા દિવસે મિશ્ર થાય અને તે જ ત્રીજા દિવસે સચિત્ત થાય. મધ્યમરુક્ષકાળમાં વાયુથી ભરેલો બસ્તી બે દિવસ સુધી અચિત્ત રહે, ત્યારબાદ તે જ ત્રીજા દિવસે મિશ્ર થાય અને ત્યારબાદ ચોથા દિવસે સચિત્ત
૨૪ IL