________________
જ
'
P
=
=
=
અચિત્તવાયુ ગ્રહણ કરતાની સાથે જ અમુકવારમાં મિશ્ર થઈ જાય છે. આ પદાર્થ દેખાડવા માટે જ અચિત્ત બાદ મિશ્રવાયું શ્રી ઓઘ-થી.
કહેવાય છે. નિર્યુક્તિ ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૬૨ : ટીકાર્થ: અચિત્તવાયુથી ભરેલ દતિ નદી વગેરે ઉતરવા માટે = તરવા માટે ગ્રહણ કરાય. ક્ષેત્રની
અપેક્ષાએ વિચારીએ તો એ દતિમાં રહેલો અચિત્તવાયુ એક સો હાથ જેટલું પાણીમાં ગયા પછી પણ અચિત્ત જ હોય. ૨૨૩v ત્યારબાદ સો હાથની ઉપર જાય તો બીજા સો હાથનો પ્રારંભ હોય ત્યાં એ મિશ્ર થઈ જાય, ત્રીજા સો હાથના પ્રારંભમાં સચિત્ત જ બની જાય.
આમ ક્ષેત્રની અપેક્ષાએ એ વાયુ જેટલા કાળે મિશ્ર, સચિત્ત થાય તે પ્રમાણે બધી વાત જણાવી.
હવે કાળને આશ્રયીને જેટલા કાળે અચિત્તવાયુ મિશ્ર કે સચિત્ત થાય છે, તેને દેખાડવા માટે કહે છે. વત્થી...વગેરે. ( બસ્તિ એટલે ચામડાની બનેલી ખલ્લા. (દતિની જેમ જ આનો ઉપયોગ પણ નદી વગેરે તરવા માટે જ થાય છે. બેયમાં માત્ર ને
એટલો જ ભેદ છે કે એકમાં તે તે પ્રાણીનું શરીર અંદરથી સંપૂર્ણ ખાલી કરી ગુદાનો ભાગ પૂરી ગળાનો ભાગ વાયુ પુરવા માટે ખુલ્લો રખાય છે. અને બીજામાં ગળાનો ભાગ બંધ કરી ગુદાનો ભાગ વાયુ પુરવા માટે રખાય છે. મરી ગયેલા પ્રાણીના શરીરની અંદરથી માંસ વગેરે બધું જ કાઢી લઈ એ શરીર આખું પોલું બનાવી દેવાય અને પછી એમાં વાયુ ભરીને એનો નદી વગેરે તરવાના સાધન તરીકે ઉપયોગ થાય. આ બધું કંઈ સાધુ ન કરે. ગૃહસ્થો પોતાના ઉપયોગ માટે આવી વસ્તુ બનાવતા હોય છે, સાધુ તો જયારે જરૂર પડે ત્યારે એ લઈ એનો ઉપયોગ કરે.).
=
=
':
૨૨૩ ILL