________________
-
a
શ્રી ઓઘ-૬ ચન્દ્ર. : હવે વનસ્પતિકાય કહેવાય છે. આ પણ સચિત્તાદિ ભેદોથી ત્રણ પ્રકારે છે. તેમાં નિશ્ચય સચિત્ત વનસ્પતિનું નિર્યુક્તિ પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૬૪: ટીકાર્થ : તમામે તમામ અનંતવનસ્પતિકાય નિશ્ચયનયથી સચિત્ત હોય. જયારે બાકીનો પ્રત્યેક
વનસ્પતિ વ્યવહારનયના મતે સચિત્ત હોય, જયારે કરમાઈ ગયેલા ફળો, પુષ્પો, પાંદડાઓ, લોટ, આ બધું મિશ્ર કહેવાય. | ૨૨૭ll.'
ગાથામાં રોટ્ટા લખેલ છે. એમાં રોટ્ટ એટલે લોટ. લોટ એટલે કુટેલા - દળેલા - તંદુલ - ચોખા તેમાં તંદુલના મુખો હોય # છે. તે કારણથી મિશ્ર છે. (અહીં જે ભાત તરીકે વપરાતા ચોખા છે એ તો અચિત્ત જ છે એનો લોટ પણ અચિત્ત બને. પણ મા
એ ચોખાના દાણા જયારે ફોતરા સાથેના હોય ત્યારે એ ડાંગર કહેવાય. અને એ જ્યારે ખાંડવામાં આવે, કુટવામાં આવે ત્યારે ચોખા અચિત્ત ભલે બને પણ એ ચોખા ઉપર રહેલ ફોતરાનો મુખનો ભાગ સચિત્ત હોઈ શકે છે અને તે આ લોટમાં ભેગો ન હોવાથી લોટ મિશ્ર બને.)
(પૂર્વે જે નૈૠયિક સચિત્ત પૃથ્વી વગેરે બતાવ્યા, તે એવા છે કે એ ત્રણેય કાળમાં સચિત્ત જ રહેનારા છે. જ્યારે અહીં જે નૈૠયિક સચિત્ત અનંતવનસ્પતિ બતાવેલ છે, તેમાં એવું નથી. ઘણી નિગોદો સુકાઈ ગયા બાદ અચિત્ત જ બની જાય છે અને એવો વ્યવહાર પણ ચાલુ જ છે. એક કંદમૂળ વગેરે અનંતકાય પણ રંધાયા પછી અચિત્ત જ છે. એટલે અહીં આ પ્રમાણે અર્થ સમજવો કે જે નિગોદો શાસ્ત્રીય દૃષ્ટિએ = વ્યવહારથી અચિત્ત ન થઈ હોય તે તમામ નિગોદ અવશ્ય સચિત્ત જ હોય. પ્રત્યેક વનસ્પતિમાં એવું નથી. શાસ્ત્રીય દૃષ્ટિએ જે પ્રત્યેક વનસ્પતિ અચિત્ત ન બની હોય તે નિશ્ચયથી - કેવલી દષ્ટિએ
*
*
*
*
*
*
| ૨૨૭ll
*