________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ T
ભાગ-૨
|| ૨૧૫ |
ધોયેલા વસ્ત્રો તડકામાં તપાવે-સૂકવે નહિ. કદાચ એવું ન બનો કે એ વસ્ત્રમાં કોઈક ષટ્પદી-જંતુ-જુ રહી ગઈ હોય. એ વસ્ત્રમાં તાણાવાણામાં ઘુસેલી ષ૫દી રહી ગઈ હોય અને જીવતી હોય અને હવે જો એ વસ્ર તડકામાં સૂકવે તો તડકાથી એની વિરાધના થાય. જોકે એક પણ ષ૫દી નથી એવી ખાતરી બાદ વસ્ત્ર ધૂએ છે. છતાં શક્ય છે કે કોઈક ષપદી અંદર મૈં રહી ગઈ હોય... એ સંભાવનાને નજરમાં રાખીને વસ્ત્રો તડકામાં ન સૂકવે.)
ᄇ
ત્યાં જ વસ્ત્રને ગુંચળુ વાળી જોર જોરથી અફાળવું એ આચ્છોટન. અથવા તો વસ્ત્રોને પત્થર ઉપર પછાડવા એ આચ્છોટન) સ્ત્રીની જેમ લાકડાના પિટ્ટન વડે પીટે નહિ. (સ્ત્રીઓ વસ્ત્ર ઉપર ધોકા મારી મારીને ધુએ, એવું સાધુ ન કરે.) પરંતુ હાથ વડે યતના પૂર્વક કંઈક ધાવન કરે. (ધીમે હાથે વસ્ત્રોને મસળે...)
TT
પ્રશ્ન ઃ કયા વસ્ત્રો તડકામાં ક૨વા (સુકવવા) અને કયા ન સુકવવા ?
ઉત્તર : તે વસ્ત્રો બે પ્રકારના હોય છે. પરિભોગ્ય વસ્ત્રો અને અપરિભોગ્ય વસ્ત્રો. તેમાં ક્રમશઃ છાયા અને આતપમાં ૫ કરવા. એટલે કે પરિભોગ્ય વસ્ત્રો છાયામાં સુકવવા. એવું ન બને કે તેમાં ષ૫દી હોય (અને એટલે તડકામાં સુકવવાથી વિરાધના થાય...) અપરિભોગ્ય વસ્ત્રો આતપમાં સુકવવા. (જે વસ્ત્રો શરીર સાથે વધુ સંપર્કમાં આવે તે પરિભોગ્ય ગણવા, બીજા અપરિભોગ્ય ગણવા દા.ત. પલ્લા.)
તે વસ્ત્રો જ્યારે સુકાતા હોય ત્યારે એનું અપહરણ થઈ જવાના ભયથી એનું ધ્યાન રાખે. (અર્થાત્ એ વસ્ત્રો કોઈ ચોરી ન જાય એ માટે ચોકી રાખે.)
j
મ
हा
at
|| ૨૧૫॥