________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૨૦ ||
ચન્દ્ર.: હમણા એ વાત કરી કે “વત્રનું પ્રક્ષાલન કરવામાં પાણી ઉપયોગી છે.” પણ એ વસ્ત્રનું પ્રક્ષાલન શેષકાળમાં 1 ન કરવું. જો કરાય તો આ બધા દોષો લાગે. ન ઓઘનિર્યુક્તિ-૩૪૯: ટીકાર્થ : ઠંડી અને ગરમીનો કાળ એ બેય ભેગા કરો એ ઋતુબદ્ધ કહેવાય. તેમાં જો વસ્ત્રો
ધોવામાં આવે, તો (૧) સાધુ બાકશિક બને અર્થાત વિભૂષા કરવાના સ્વભાવવાળો ગણાય. (૨) જયારે વિભૂષણશીલ બને, = ત્યારે બ્રહ્મચર્યનો વિનાશ થાય. (૩) લોકો એને અસ્થાનમાં સ્થાપે, એટલે કે એ સાધુ માટે ખોટી કલ્પના કરે કે “નક્કી આ
સાધુ કામી લાગે છે. તેથી જ એ જાતને વિભૂષિત કરે છે.” આમ તેઓ સાધુમાં અયોગ્યતાનું સ્થાપન કરે. (૪) કાપ કાઢવામાં જ * માખી-મચ્છરાદિ સંપાતિમજીવોનો-ઉડી ઉડીને આવી પડનારા જીવોનો અને વાયુકાયનો વધ થાય છે. (વસ્ત્ર ઘસવાદિમાં, | | પાણી હલે વગેરેમાં વાયુનો વિનાશ થાય.) (૫) પરઠવેલા પાણીમાં તણાઈ જવાના કારણે કીડી વગેરે જીવોનો વધ થાય. (૬) આત્માનો ઉપઘાત થાય. કેમકે કપડા ઘસવામાં હાથ ઉપર ચાઠા પડી જાય.
वृत्ति : आह-यद्येवं न धावितव्यान्येव चीवराणि, उच्यते, वर्षाकाले प्रक्षालयितव्यानि, अथ न प्रक्षाल्यन्ते तत एते તોષા મવત્તિ – ___ओ.नि. : अइभारचुडणपणए सीयलपाउरण अजीरगेलन्ने । ओभावणकायवहो वासासु अधोवणे दोसा ॥३५०॥
: ૨૦૦ ||