________________
નિર્યુક્તિ
શ્રી ઓધ
વિષ્ટાને કરીષ કહેવાય.) સંયમૌપઘાતિક ક્યાં થાય ? એ કહે છે કે અગ્નિ જ્યાં પ્રજવલિત હોય ત્યાં થાય.
પ્રશ્ન : ગાથામાં તો આ રીતે કોઈ સ્પષ્ટ ખુલાસો નથી, કે “બગીચામાં આત્મૌપઘાતિક, વિષ્ટા =કરીષમાં જ પ્રવચનૌપઘાતિક અને અગ્નિમાં સંયમૌપઘાતિક થાય.” તો તમે આ અર્થ ક્યાંથી લાવ્યા ? ભાગ-૨
| ઉત્તર : ગાથામાં માથાપવાસંગમ.... એમ ક્રમશઃ ત્રણ શબ્દો લખેલ છે. અને ઉત્તરાર્ધમાં ગરમ વન્દ્ર ડાળી એમ ૧૪ol = ત્રણ શબ્દ લખેલા છે એટલે ક્રમશઃ એ બધા શબ્દો જોડવાથી ઉપરનો અર્થ પ્રાપ્ત થાય. માયા સાથે મારામ, પવય સાથે
વન્દ્ર અને સંગમ સાથે ૩ી ...
પ્રશ્ન : પણ બગીચા પાસે બેસવાથી આત્મોપઘાતિક બને....? એ બધુ શી રીતે ઘટે ?
ઉત્તર : સીધી વાત છે. બગીચાની નજીકમાં અંડિલ બેસે તો બગીચાનો માલિક મારવાનો. એમ વિષ્ટાના સુકાયેલા ઢગલાદિ ઉપર બેસે તો “આ સાધુ અપવિત્ર છે.” એમ લોક વિચારવાના જ. તથા અંગારાને બાળવાની ભૂમિમાં એટલે કે આ અગ્નિ પેટાવવાની ભૂમિમાં જો સાધુ અંડિલ બેસે તો એ અંગારા બાળવાનું કામ કરનાર માણસ પોતાની જગ્યા મલિન થયેલી જોઈને અન્ય સ્થાને નવી અગ્નિ પ્રગટાવશે. હવે આ સ્થાન અચિત્ત હતું, પણ નવું સ્થાન તો વનસ્પતિ વગેરેવાળું હોય એટલે એ બધાની હિંસા સાધુના કારણે થયેલી ગણાય. એટલે સંયમોપઘાત થાય. જે કારણથી આ દોષો છે, તે કારણથી જ અનુપાતિક એવા સ્થડિલસ્થાનમાં બેસવું.
ક ૧૪૦