________________
શ્રી ઓઘ- ત્ય નિર્યુક્તિ
| Vij
ભાગ-૨
ચન્દ્ર. ઃ હવે જે આ અચિત્ત પૃથ્વીકાયાદિપિંડ છે. તે સચિત્તપૂર્વક હોય છે. અર્થાત્ કોઈપણ અચિત્તપિંડ પૂર્વે તો સચિત્ત જ હોય છે એટલે હવે સૌપ્રથમ એ સચિત્ત પિંડ જ કહેવાય છે. અને માટે જ ૩૩૬મી ગાથામાં સચિત્તનો જ ઉપન્યાસ પ્રથમ કર્યો છે. (ભલે, ૩૩૭મી ગાથામાં પહેલા અચિત્તના ૧૦ ભેદ બતાવ્યા હોય..... પણ એ તો એ સુગમ હોવાથી બતાવી દીધા છે...વળી સાધુઓને ઉપયોગમાં અચિત્તપૃથ્વી આવનાર છે, માટે એનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે, એમ પણ સમજી શકાય
।। ૧૮૪ ૩ છે.)
मा
तथ
ઓઘનિર્યુક્તિ-૩૩૯ : ટીકાર્થ : રત્નપ્રભા, શર્કરાપ્રભા વગેરે પૃથ્વીઓ નિશ્ચયથી સચિત્ત છે. એમ હિમવંત વગેરે મોટા પર્વતોની વચ્ચેનો ભાગ પણ નિશ્ચયસચિત્ત જાણવો.
णं
મ
H
મા
તથા જે આ સચિત્ત અને મિશ્ર આ એકેક પિંડ નવપ્રકારનો કહ્યો છે, તે પણ આ જ ક્રમથી વ્યાખ્યાન કરાયેલો બને. મેં (પહેલા સચિત્તના નવભેદો બતાવાય, તો પછી તરત જ મિશ્રના નવભેદો ય કહેવાઈ જ જાય.... એટલે પહેલા ચિત્તનું વર્ણન યોગ્ય છે.) આમ હોવાથી પહેલા ચિત્તનું વ્યાખ્યાન કરતા કહે છે.
भ
ઓઘનિર્યુક્તિ-૩૩૮ : ટીકાર્થ : પૃથ્વીકાય ત્રણ પ્રકારે છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં સચિત્ત બે પ્રકારે છે. (૧) ૫ મૈં નિશ્ચય સચિત્ત (૨) વ્યવહારસચિત્ત. (જે અવશ્ય સચિત્ત જ હોય એ નિશ્ચયસચિત્ત. જે ક્યારેક કેવલીની દૃષ્ટિમાં અચિત્ત પણ હોઈ શકે, પરંતુ શસ્ત્રોપહત ન હોવાના કારણે મોટા ભાગે જે ચિત્ત જ હોય અને માટે જ છદ્મસ્થોએ જેને સચિત્ત માનીને જ ચાલવું પડે તે વ્યવહારસચિત્ત)
व
ओ
મ
हा
स्स
1192811