________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
ની.
૧૩૧ |
E
E
तिष्ठति साधुस्तस्य आत्मीयमेव (? मेकं) पतद्ग्रहकं द्वितीयं तु पतद्ग्रहकं योऽसौ साधुश्चमणभूमि प्रयाति स चात्मीयमपि तद्धस्ते समर्पयित्वा व्रजति अत एकैकस्य द्वौ द्वौ पतद्ग्रहको भवतः । 'दो दो गच्छे'त्ति द्वौ द्वौ गच्छतः नैकको गच्छति, तत्र च 'तिण्हट्ट दवं तु घित्तूणं' त्रयाणां साधूनामर्थे यावदुदकं भवति तावन्मानं तौ गृहीत्वा व्रजतः।
ચન્દ્ર.: પ્રશ્ન : વાપર્યા પછીના કાળમાં જે સંજ્ઞા થાય, તેમાં શું કરીને અથવા તો કેવી રીતે જવું ?
ઓઘનિર્યુક્તિ-૩૧૨ : ટીકાર્થ : ઉત્તર : પાત્રાઓને ધોઈને પછી એક એક સાધુને બે બે પાત્રો આપીને જવું. આશય એ છે કે તે વખતે બધા સાધુઓ સંઘાટક તરીકે ગોચરી જતા. એમાં પદાર્થ સમજવા એક કલ્પના કરીએ કે નં. ૧ અને નં. ૨ સાધુ એ બે ભેગા મળી ગોચરી જાય છે. એમ નં.૩ અને નં.૪ ભેગા મળી ગોચરી જાય છે. હવે આ બધા સાધુ ગોચરી વાપર્યા બાદ પ્રથમ તો પોતાના પાત્રો ધોઈ નાંખે. હવે એ ચારમાંથી નં.૧ સાધુ ઉપાશ્રયમાં રહે છે. અને તેની પાસે પોતાનું જ એક IF પાત્રુ છે, અને જે નં. ૨ સાધુ સ્પંડિલ ભૂમિ જાય છે, તે સાધુ આ નં.૧ સાધુને પોતાનું પાત્ર સોંપીને જાય. એ જ રીતે .૪ 3 સાધુ નં.૩ સાધુને પોતાનું પાત્રુ સોંપીને જાય. આમ નં. ૧ સાધુ અને નં.૩ સાધુ ઉપાશ્રયમાં રહે અને એ બે ય પાસે બે બે બો પાત્રા રહે. (૧) પોતાનું (૨) પોતાના સંઘાટક સાધુનું. બીજી બાજુ નં.૨ અને નં.૪ સાધુ માત્રામાં પાણી લઈને બેય સાથે જાય. પણ એકલા ન જાય. (તમામ સાધુ પાસે એક પાત્રક અને એક માત્રક એમ બે પાત્રો હોય. આ નં. ૨ અને નં.૪ સાધુ પોતાનું પાત્રક સંઘાટકને સોંપીને પછી એક એક માત્રકમાં પાણી લઈને જાય. નં.૧ અને નં.૩ પાસે પણ પોતપોતાનું માત્રક તો હોય જ. આમ એ સં.૧ અને નં.૩ સાધુ પાસે ખરેખર ત્રણ પાત્ર થશે. એક પોતાનું પાત્રક, બીજું સંઘાટકનું પાત્રક અને
| ૧૩૧ ||
F
=
'
5
= Rહ‘re
= he "s
' iĖ 8 +
Eી