________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
|| ૧૧૭ ॥
ण
મ
संयत्यापातं त्वेकान्तेनैव वर्जनीयम् ।
ચન્દ્ર. : આમ ઉપર આપાતના અનેક ભેદો બતાવ્યા. હવે એ બતાવે છે કે આમાંથી કોનો આપાત હોય તેમાં ગમન કરવાની = સ્થંડિલ જવાની રજા છે ?
T
T
त्थ
UT
ઓઘનિર્યુક્તિ-૩૦૪ : ટીકાર્થ : સાંભોગિકોનો જે સ્થંડિલમાં આપાત હોય ત્યાં ગમન કરવું. જે અસાંભોગિક હોય તેઓના આપાતવાળા સ્થાનમાં ગમન ન કરવું. (અહીં એક ખ્યાલ રાખવો કે જે સંવિગ્ન-સુસાધુ હોય, તેઓ જ સાંભોગિક કે અસાંભોગિક ગણાય. જેઓ શિથિલ જ છે. તેઓ માટે સાંભોગિકાદિ શબ્દો ન વપરાય. એની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવાનો જ ન હોવાથી તેઓ સાંભોગિક હોઈ જ ન શકે માટે જ અસંવિગ્નોના આ બે ભેદ પાડ્યા જ નથી.) કેમકે અન્યસામાચારીનું આચરણ થાય એટલે નૂતનદીક્ષિતો વચ્ચે પરસ્પર પોતપોતાની સામાચારી પ્રત્યેના પક્ષપાતને લીધે મેં બોલાચાલી થાય અને તેનાથી ઝઘડો થાય. (સ્થંડિલમાં દાંડો ક્યાં રાખવો, પાણી શેમાં લઈ જવું, એનો વપરાશ શી રીતે કરવો... વગેરે અનેક બાબતોમાં જુદા જુદા ગચ્છોની જુદી જુદી સામાચારી હોય છે. હવે સ્થંડિલ સ્થાને ભેગા થયેલા અપરિપક્વ સાધુઓ એકબીજાની સામાચારી જોઈ એકબીજાને કહે કે “આ તમારી ભૂલ છે, એના કરતા અમારી સામાચારી સાચી...” આમ પરસ્પર ઝઘડો થાય.)
એમ જ્યાં શિથિલાચારીઓનો આપાત થાય, ત્યાં પણ ન જવું. કેમકે તેઓ ઘણા વધારે પાણી વડે શુદ્ધિ કરવાની ક્રિયા
णं
स
म
स्स
ओ
ᄑ
વી
Y
|| ૧૧૭||