________________
૪૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક-૩ છે એ રાગ છે, એટલું બંધન છે, પરદ્રવ્ય તરફનો આશ્રય છે રાગની દિશા પર તરફ છે, રાગની દશા મેલી છે. આહાહાહા !
મારી પરિણતિ રાગાદિ રહિત થઈ જાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ.” એનો અર્થ જ એ કે શુદ્ધ પ્રાપ્તિ થશે જ. આહાહાહા! શું વાણી ! આહાહા! શુદ્ધ પ્રાપ્તિ થાઓ, “બીજું કાંઈ પણ ખ્યાતિ, કે હું ટીકા કરું છું તો મારી આબરૂ વધે. ઓહોહો ! કે જો ટીકા કરી આમણે, એ કાંઈ લક્ષ નથી મને ખ્યાતિ, લાભ, કાંઈક માનનો પ્રશંસાનો લાભ મળે. ઓહોહો ! અભિનંદન આપે, ભારે ટીકા કરી તમે એ કાંઈ અમે ચાહતા નથી બાપુ અમારું એ કામ નથી અહીંયા. આહાહા ! આવી ટીકા આત્મખ્યાતિ જેવી, અત્યારે હિન્દુસ્તાનમાં બીજે તો નથી દિગંબરમાં પણ આ ટીકા શાસ્ત્રમાં છે એવી ટીકા બીજે ઠેકાણે નથી. એવી ટીકા, એવી ટીકા. ઓહોહો ! અને જેનું નામ આત્મખ્યાતિ- આત્મ પ્રસિદ્ધિ- આત્માને પ્રસિદ્ધ કરીએ છીએ. આહાહા! આહાહા ! લાભ, પૂજાદિ ચાહતો નથી. પૂજાએ ચાહતો નથી. આચાર્ય છું માટે એમ કહે, ઓહો ! બહુ તમે બહુ જબરા હોં આવડત છે અમે કાંઈ ચાહતા નથી બાપુ! અમને તો ટીકાના કાળમાં અશુદ્ધતા થોડી છે એ જાઓ, બીજી કોઈ ચાહના નથી. આહાહા!
આ પ્રકારે આચાર્યો ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભિત ” ટીકા કરવાની આ શાસ્ત્રની ટીકા કરવાની પ્રતિજ્ઞા લીધી. એના ગર્ભિત “એના ફળની પ્રાર્થના કરી લ્યો – એ શ્લોક થયો લ્યો.
હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું. એમ જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે છે. I તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે તે જીવને સમ્યફ સન્મુખતા રહે છે. મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજા સમ્યગ્દર્શન ન થયું હોય. જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમ્યક્રની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું. જ્ઞાયક છું. એવા દેઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિત ભાવ કહ્યો છે તેમ સમ્યક્ સન્મુખતાના એવા દેઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છુટકો. ૩૫૯.
(પરમાગમસારમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com