________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૩
૩૯ હેતુ મોટું નામ્નો અનુભાવાત છે- થોડી પરિણતિ અશુદ્ધ છે. આહાહા! પણ હું કેવો છું? આહાહા ! વસ્તુ તરીકે હું કેવો છું? પરિણતિમાં કેટલીક શુદ્ધતા છે ઘણી, અને થોડી અશુદ્ધ છે. હું કેવો છું? આહાહા ! મારું મોજૂદગીપણું કેવું. કેવડું છે?“શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ ” શુદ્ધ જ્ઞાન માત્ર સ્વરૂપ, શુદ્ધ જ્ઞાનમાત્ર સ્વરૂપ “દ્રવ્ય દૃષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ સ્વરૂપ” એમ. શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ મૂર્તિ એટલે સ્વરૂપ શુદ્ધચૈતન્ય સ્વરૂપ વસ્તુ દષ્ટિએ તો ત્રિકાળ. આહાહાહા ! શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ, એકલો સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપ મારું છે. આહાહા ! સર્વજ્ઞ શક્તિ છે ને એમાં એટલે હું તો શુદ્ધ ચૈતન્ય સર્વજ્ઞ સ્વરૂપ જ છું ચિન્માત્રપૂરણ ચિન્ જ્ઞાનમાત્ર મારું સ્વરૂપ છે. હું તો એ છું. આહાહા ! મારી પરિણતિ પર્યાય દષ્ટિ મેં કીધી પર્યાયદેષ્ટિ પણ વસ્તુ દૃષ્ટિએ તો હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું. આહા! બેય નયને સમાડી છે. આહાહા !
શુદ્ધ ચિન્માત્ર!ખુલાસો કર્યો. દ્રવ્ય દૃષ્ટિથી એમ ખુલાસો કર્યો, શું કે ઓલું પર્યાય દૃષ્ટિએ અનુભાવ્ય હતો ને એટલે જરી ખુલાસો કર્યો. વસ્તુ છું. એ તો એને દ્રવ્ય દૃષ્ટિથી કહો કે વસ્તુ છું કહો, વસ્તુથી તો હું શુદ્ધ ચિનમાત્ર મૂર્તિ સ્વરૂપ છે. વસ્તુ તો ચિત્ જ્ઞાન માત્ર ચેતના સ્વભાવ પૂરણ સ્વરૂપ માત્ર મારી ચીજ છે. અપૂર્ણતા નથી, અશુદ્ધતા નથી. આહાહા ! સંયોગ નથી સંયોગી ભાવ વિકાર નથી, પણ અલ્પજ્ઞની પર્યાય પણ હું નથી. આહાહા ! પર્યાયથી અશુદ્ધતા મારામાં છે એમ કહ્યું. આહાહા ! વસ્તુ તરીકે, શુદ્ધ જ્ઞાન માત્ર સ્વરૂપ, શુદ્ધ જ્ઞાન માત્ર સ્વરૂપ (છું) આહાહા! અહીંયા સર્વજ્ઞ સિદ્ધ કર્યું પાછું. એ વસ્તુ જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાનને પછી વિશેષણ લગાડો તો સર્વજ્ઞ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ એ વિશેષણ લગાડો તો શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ, સર્વજ્ઞ સ્વભાવ માત્ર સ્વરૂપ, આહાહા ! એવી ચીજ હું ત્રિકાળ છું. શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ, મૂર્તિ એટલે સ્વરૂપ, મૂર્તિ એટલે અહીં વર્ણ ગંધ રસ સ્પર્શવાળી મૂર્તિનું અહીં કામ નથી. શુદ્ધ ચૈતન્યમાત્ર સ્વરૂપ, ત્રિકાળ જ્ઞાયકભાવ, શુદ્ધ જ્ઞાન ભાવ, પૂરણ સ્વભાવ ભાવ એ મારું સ્વરૂપ છે. આહાહાહા ! એક શ્લોકે કેટલું કહ્યું છે. આહાહાહા ! જુઓને, સંતોએ માર્ગ સહેલો કરી દીધો છે. સંતોએ સહેલો કરી નાખ્યો છે. (શ્રોતા:- આપ ભી સહેલા કરતે હો વર્તમાનમેં) એ શબ્દાર્થ થયો.
ભાવાર્થ – આચાર્ય કહે છે, આચાર્ય છે ને! અમૃતચંદ્ર આચાર્ય છે મુનિ છે ને, આચાર્ય છે. આહાહા ! એ પણ કહે છે કે મારી પરિણતિમાં અશુદ્ધતા થોડી છે હોં. આહાહાહા ! મારા લક્ષ બહાર નથી કે હું શુદ્ધ જ થઈ ગયો. બસ મારે બધી અશુદ્ધતા જે આવે એ નિર્જરી જાય છે એમ નથી. અશુદ્ધતા આવે એટલી મલિન દશા થાય છે, અને એટલો બંધ પણ થાય છે. જેમાં મોહ નિમિત્ત છે અનુભાવ અને અહીં અનુભાવ્ય વ્યાસ મારાથી છે. એમ અશુદ્ધતા મારાથી છે અને કર્મનો થોડો બંધ થાય છે, એમાં અશુદ્ધતા નિમિત્ત છે. આહાહા !વિશેષ જાણવાની આમાં ઓલી (જરૂરી નથી, પણ વિશેષ રુચી અને પરિણતિનું જ્ઞાન એ ઉપર જોર છે અહીંયા તો, દૃષ્ટિનું જોર ધ્રુવ ઉપર અને પરિણતિની પર્યાયના બે ભાગ, શુદ્ધ અને અશુદ્ધ એનું જ્ઞાન યથાર્થ વર્તે છે. આહાહાહા !
આચાર્ય કહે છે કે શુદ્ધ ચિનમાત્ર મૂર્તિની વ્યાખ્યા કરી, “શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ,”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com