________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક-૩
૩૭ ગાથા છે. છેલ્લી પાંચ ગાથા છે પાંચ રતન છે. પાંચ ગાથા, પાંચ રતન. આહાહા ! પણ અહીંયા જરી અશુદ્ધતા છે એટલું ખ્યાલમાં રાખ્યું છે. બિલકુલ પર્યાય શુદ્ધ જ થઈ ગઈ છે, એમ નથી. વસ્તુ છું એ તો પૂરણ શુદ્ધ છે. આહાહા ! પણ મારી પર્યાયમાં હજી અશુદ્ધતા થોડી છે, શુદ્ધતા છે અને અશુદ્ધતાનો અંશ છે–આહાહા !
એ પરપરિણતિનો હેતુ મોહ નામનું કર્મ છે. નિમિત્ત, તેના અનુભાવ ઉદયરૂપ વિપાકને લીધે એના વિપાકને લઈને. આહાહા ! એને લઈને નહીં હોં. પણ એના વિપાકમાં મારું જોડાણ થયું એને લઈને, એ તો નિમિત્તે કીધુંને? તો નિમિત્તે અહીંયા કાંઈ કરતું નથી, નહીંતર નિમિત્ત કહેવાતું નથી પણ એનો પાક ત્યાં નિમિત્તમાં આવ્યો, મારી પોતાની પરિણતિ જરી નબળી કમજોરી એટલે અંદર જોડાઈ જાય છે. આહાહા !
ઓહો! કેવળી સર્વજ્ઞ પરમાત્મા એની ધર્મ કથા એની વાણી ગણધરો ને ઇન્દ્રો વચ્ચે કહી હશે ! આહાહાહા ! સાક્ષાત્ જાણે સિદ્ધ પદ ઉપરથી ઉતર્યું હોય એવી વાણી નીકળતી હશે ત્યાં. આહાહા ! અહીંયા કહે છે મુનિ, એકકોર એમ કહે છે કે સમકિતીને બંધ અને આસ્રવ હોય નહીં, આવે છે? સમ્યગ્દષ્ટિને આસ્રવ અને બંધ હોય નહીં, એ મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ વાત છે. (ભોગ નિર્જરાનું કારણ છે) એકકોર એમ કહે છે. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે, ત્યાં તો એની દૃષ્ટિના જોરની અપેક્ષાએ વાત કરી છે અને સમકિતીને આસ્રવ ને બંધ નથી એ તીવ્ર મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નથી. અહીંયા મુનિ કહે છે કે મારે પણ હજી અશુદ્ધતાનો અંશ છે આહાહા! કેમ? કે એ મોહ કર્મનું નિમિત્ત છે એને લઈને “અનુભાવ્ય-વ્યાતિ કલ્માષિતાયાઃ” અનુભાવ્ય- રાગાદિ પરિણામોની વ્યાપ્તિ મારામાં મારાથી છે, આહાહા! મોહકર્મ તો નિમિત્ત છે. પણ પર્યાયમાં વિકારની વ્યાતિ મારી કમજોરીને લઈને અનાદિની છે, ઈ છે. ભલે મુનિપણું પ્રગટયું છે, સમકિત પ્રગટયું છે, એ સમકિત હવે કેવળજ્ઞાન લીધે જ છૂટકો છે, પણ આ પરિણતિ છે અનાદિની હજી અશુદ્ધ ઊભી છે થોડી, આહાહાહા ! એ અમારા ખ્યાલ બહાર નથી. આહાહા !
પંચમઆરાના સંતો, આહાહા! કહે છે કે એ અવિરતમ્ અનુભાવ્ય વ્યાપિ આહાહા ! રાગાદિ પરિણામોની વ્યાતિ અવિરત નિરંતર છે ને? આહાહા ! એકકોર પ્રભુ શુદ્ધ પૂરણ દ્રવ્ય છે, પરિણતિ- પર્યાયમાં આનંદ અને પરિણતિ શુદ્ધ વર્તે છે, છતાં ત્યાં હજુ એક અશુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે. આહાહા ! કારણકે અશુદ્ધ પરિણતિ ગઈ હોય અને ફરીથી થાય એમ તો હોતું નથી, અશુદ્ધની પરિણતિ અનાદિની છે એ જો નાશ થઈ ગઈ હોય તો તો ફરીને થાય નહીં. અનાદિની પરિણતિ વસ્તુના સ્વભાવનો અનુભવ હોવા છતાં, નિર્મળ પરિણતિ કેટલીક હોવા છતાં, પૂરણ નથી માટે નિરંતર કલ્માષિતાયાં- કલુષિત પરિણતિ છે મારે. આહાહા ! (નિરંતર વર્તે છે) આહાહા ! છે ને?
અવિરત નિરંતર કલ્માષિત, આહાહા ! મેલી છે. અનુભાવ્ય વ્યાસિ કીધીને, એનાથી વ્યાપ્ત છું. આહાહા ! કર્મ તો નિમિત્ત માત્ર છે, પણ મારી પરિણતિમાં અશુદ્ધતાનો અંશ છે હુજી. અનાદિનો એ અંશ છે. અનાદિનો અંશ છે એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ટળી ગયા નથી એમ નહિ એ ટળી ગયા છે. ત્રણ કષાય અને મિથ્યાત્વ (ટળી ગયા) છે. પણ આ છે એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com